ધંધુકા પડાણા રોડ ઉપર આવેલી વરસાદી પાણીના નિકાલ ની કાંસ ગંદકી થી ખદબદતા લોકો પરેશાન.
ધંધુકા પડાણા રોડ ઉપર આવેલી વરસાદી પાણીના નિકાલ ની કાંસ ગંદકી થી ખદબદતા લોકો પરેશાન.
કાંસ ની સાફ સફાઈ હાથ ધરવા લોકોની માંગ
અમદાવાદ જીલ્લા ના ધંધુકા પડાણા જવાના મુખ્ય માર્ગ તથા સુંદરવન, કૈલાસ નગર, એકતા નગર, પ્રોફેસર, ખોડીયાર નગર સહિતની સોસાયટી તરફ જવાના મુખ્ય માર્ગ પર વરસાદી પાણીના નિકાલની કાંસ આવેલી છે.આ કાંસમાં ગંદા પાણી ભરાવાની સમસ્યા ઘણા સમયથી છે. વારંવારની રજૂઆત છતાં પણ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી તેવું સ્થાનિક રહીશો જણાવી રહયા છે.દુષિત પાણી ભરાઈ રહેવાના કારણે અહીંથી પસાર થતા લોકોને નીકળવુ પણ મુશ્કેલ બન્યુ છે.
લોકો પાલિકા પાસે સમસ્યાનો કાયમી ઉકેલ માંગી રહયા છે.
ધંધુકા શહેરની સુંદરવન, કૃષ્ણાપાર્ક, ખોડીયાર નગર સહિતના વિસ્તારોમાં જવા માટેનો તથા સરકારી દવાખાને જવાના મુખ્ય માર્ગ ઉપર આવેલી કાંસમાં ગંદા પાણી ભરાઈ રહેતા અહીંથી પસાર થતાં લોકો વાહન ચાલકો અને વિદ્યાર્થીઓ તીવ્ર દુર્ગંધ થી તોબા પોકારી ઊઠયા છે.એક બાજુ રાજય સરકારના આદેશ અનુસાર નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ સફાઈ કામગીરીના કાર્યક્રમો ઠેરઠેર કરવામાં આવે છે અને બીજી તરફ આ મુખ્ય માર્ગ ઉપર આવેલી કાંસની સફાઈ કામગીરી હાથ ધરવામાં નગરપાલિકા નું તંત્ર ઉણું ઉતરતા લોકોમાં રોગચાળા નો ભય સતાવી રહયો છે.આ અંગે સ્થાનિક રહીશો આ સમસ્યાનો કાયમી ઉકેલ સુધરાઈ પાસે માંગી રહયા છે.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.