લખતર ગામ સહિત તાલુકામાં મોટાપાયે માટી ખનન થતુ હોવાની ખાણ ખનીજ વિભાગને જાણ થતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ લખતર દોડી આવ્યા - At This Time

લખતર ગામ સહિત તાલુકામાં મોટાપાયે માટી ખનન થતુ હોવાની ખાણ ખનીજ વિભાગને જાણ થતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ લખતર દોડી આવ્યા


લખતર ગામ સહિત તાલુકામાં મોટાપાયે માટી ખનન થતુ હોવાની ખાણ ખનીજ વિભાગને જાણ થતા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ લખતર દોડી આવ્યા
ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ લખતર ગ્રામ પંચાયતમાં પહોંચતા માટી ખનનમાં ગ્રામ પંચાયતની સંડોવણી હોવાની લોકમુખે ચર્ચાસુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આજે લખતર ગામમાં તપાસ કરવા પહોંચ્યા હતા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લખતર ગામના ગૌચરમાં માટી ખનન થતુ હોવાની જાણ સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગને થઈ હતી આથી તેઓ પહેલા હિતેન્દ્રસિંહ ઝાલાની વાડી પાસે તપાસ કરવા પહોંચ્યા હતા ત્યારપછી તેઓ લખતર ગ્રામ પંચાયતમાં તપાસ કરવા પહોંચ્યા હતા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લખતર ગ્રામ પંચાયત દ્વારા જૂની મંજૂરી ઉપર ખૂદ માટી ખનન કરવામાં આવે છે અને બીજા કોઈ મંજૂરી સાથે કામ કરતા હોય તે જગ્યા ગામતળની નહી અને મહેસુલમાં આવતી હોય છતા તપાસ કરવાના બહાને પહોંચી જાય છે ત્યારે લોકમુખે ચર્ચાતી વિગત મુજબ લખતર બજરંગપુરા રોડ પાસેના ગૌચર લખતર મામલતદાર કચેરી પાછળના ગૌચર આદલસર રોડ ઉપર આવેલ 35 એકરના બીજ કેન્દ્ર સહિત અનેક જગ્યાએ સ્થાનિક તંત્રની મીઠી રહેમ નજર હેઠળ માટી ખનન થઈ ગયુ છે હાલ એકપણ ગૌચરમાં ગાયકે અન્ય પશુ ચરી શકે તેમ નથી તેની આડઅસરના ભાગ રૂપે મહિનામાં અનેક વાર પશુ ચરાવવા ગયેલ માલધારી અને ખેડૂત વચ્ચે ગાય ચરાવવા બાબતે માથાકુટ થતા ખેડૂત દ્વારા માલધારી ઉપર ખેતરમાં પશુ દ્વારા ભેલાણ કરાયાની ફરિયાદ કરવામાં આવતા પશુપાલકની હાલત કફોડી થઈ રહી છે

રિપોર્ટર વિજય જોષી લખતર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.