જસદણના નવાગામમાં પશુઓમાં રોગચાળો અનેક મોત છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં નહી - At This Time

જસદણના નવાગામમાં પશુઓમાં રોગચાળો અનેક મોત છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં નહી


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણના આંબરડી ગામ નજીક આવેલા નવાગામમાં દરેક નેસડા વાડી ખેતર અને ઘરોમાં ગાય ભેંસ બકરા જેવાં પશુઓમાં અનેક પ્રકારનાનો રોગચાળો હોવા છતાં પશુ સંબંધિત તંત્રના પેટનું પાણી હલતું નથી આના કારણે અનેક પશુઓ મોતને ભેટ્યાં છે ઍક તરફ તંત્ર પશુ સારવારની મોટી મોટી વાતો કરે છે બીજી તરફ ઘણાં લાંબા સમયથી નવાગામમાં કોઈ ને કોઈ રોગ થકી પશુઓ મોતને ભેટતા હોવા છતાં પશુપાલન વિભાગ દ્ધારા કોઈ રસીકરણ અંગે પણ ધ્યાન આપવામાં ન આવતાં નવાગામ અને એની આસપાસની સીમના ઢોરો બિમાર છે આ અંગે નવાગામના સામાજિક કાર્યકર રણછોડભાઈ એ જણાવ્યું હતું કે તાજેતરમાં જ નવાગામનો એક બળદ બિમાર હતો આ અંગે પશુવાન ૧૯૬૨ ને ફોન કર્યો પણ પશુવાનમાં ડોકટર ગાયબ હતાં આ મોબાઈલ પશુવાન સમયસર આવતી નથી વાનમાં પુરતી દવાઓ હોતી નથી એટલે પુરતી સારવાર ન મળતી હોવાથી પશુઓ અકાળે મોતને ભેટે છે. હાલ નવાગામમાં પશુઓમાં રોગચાળો વકરી રહ્યો છે ત્યારે પશુપાલન વિભાગએ ગંભીરતા દાખવી ગામના પશુઓની ધનિષ્ઠ સારવાર કરવાં લોકોએ માંગ ઊઠાવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.