બોટાદ જિલ્લા મજદુર સંધ દ્વારા અખિલ ભારતીય કાઠીક્ષત્રિય સમાજ બોટાદ જીલ્લાના નવનિયુકત જીલ્લા અધ્યક્ષનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું - At This Time

બોટાદ જિલ્લા મજદુર સંધ દ્વારા અખિલ ભારતીય કાઠીક્ષત્રિય સમાજ બોટાદ જીલ્લાના નવનિયુકત જીલ્લા અધ્યક્ષનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું


(કનુભાઈ ખાચર દ્વારા )
અખિલ ભારતીય કાઠીક્ષત્રિય સમાજ,બોટાદ જીલ્લા અધ્યક્ષ તરીકે બોટાદના સતુભાઇ ધાધલની જીલ્લા અધ્યક્ષ તરીકે તાજેતરમાં વરણી થયેલ છે. ભારતિય મઝદુર સંઘ સંલગ્ન બોટાદ જિલ્લા મઝદુર સંઘના જીલ્લા અધ્યક્ષ રાજુભાઇ ડેરૈયા, ઉદયરાજ ખાચર (જીલ્લા કોષાધ્યક્ષ), તેમજ પદાધિકારી સમીરભાઇ જોશી, હિતેશભાઇ સીંગલ, રોહીતભાઇ જાદવ,દીક્ષીત અગ્રાવત, હાર્દિક જોશી, ધ્વારા સતુભાઇ ધાધલનું બોટાદ રેલ્વે સ્ટેશન સામે આવેલ ભોજબાપુ ખાચર યાત્રિક ભવન ખાતે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ. તેમજ તેઓ ધ્વારા સામાજીક હિતના કાર્યો થતાં રહે તેવી શુભેચ્છા પાઠવેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image