કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સીધી સૂચના હેઠળ અરણેજ અને જંત્રાખડી ગામના સિમતળના રસ્તા પરના દબાણ દૂર.* - At This Time

કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સીધી સૂચના હેઠળ અરણેજ અને જંત્રાખડી ગામના સિમતળના રસ્તા પરના દબાણ દૂર.*


*કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાની સીધી સૂચના હેઠળ અરણેજ અને જંત્રાખડી ગામના સિમતળના રસ્તા પરના દબાણ દૂર.*
----------------------------------------
*વેરાવળ નગરપાલિકા વિસ્તારમાં ખૂબ જ જર્જરિત ઈમારતનું બાંધકામ તોડી પડાયું*
------------------------------------------
ગીર સોમનાથ,૨૪ ઓકટો.: જિલ્લા કલેકટરશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાને કોડીનાર તાલુકાના અરણેજ અને જંત્રાખડી ગામે સિમતળની જમીન ઉપરના દબાણને કારણે ગ્રામજનોને આવવા જવામાં અગવડ પડતી હોવાની ફરિયાદ મળતા જંત્રાખડી ગામે તાડીયાની કાદી થી કાઝીયા વાવ તથા તાડિયાની કાદીથી ડોસાબાપાના રસ્તાથી માલગામના સીમાડા સુધીના રસ્તામા આવેલ અડચણરૂપ દબાણ દૂર કરી ૧૫ થી ૧૭ ફૂટ પહોળાઈ સુધીનો રસ્તો ખુલ્લો કરી,આશરે ૧૦૦૦ ચો.મી. પરનું આશરે ૨૦ લાખની કિંમતની જમીન પરનું દબાણ ખુલ્લું કરવામાં આવ્યું હતું.

ઉપરાંત અરણેજ ગામે રસ્તા પરનું દબાણ દૂર કરવાનું કામ પ્રગતિમાં છે. આશરે કુલ ૩ કિલોમીટર જેટલો રસ્તો ખુલ્લો કરવામાં આવશે જેનાથી આશરે ૧૮ લાખની કિંમતી જમીન ખુલ્લી થશે.

વધુમાં વેરાવળ નગરપાલિકાના મફતિયા વિસ્તારમાં આવેલ બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત હાલતમાં હોવાની ફરિયાદ કલેકટરને જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મળતા કોઈ અઘટિત બનાવ ન બને તે સારું તાત્કાલિક બિલ્ડિંગ તોડી પાડવાની ચીફ ઓફિસરને સૂચના આપતા આ જર્જરિત બિલ્ડિંગ તોડી પાડવામાં આવેલ હતું.

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.