મિથુન સ્કિનટોન અને લુક્સથી બિલકુલ ખુશ નહોતા:શબાના આઝમીએ કહ્યું, ‘ગોરા ન હોવાને કારણે પરેશાન હતાં, મારી માતાએ સમજાવ્યા ત્યારે માન્યા’
80ના દાયકાના ટોપના એક્ટરમાં જેની ગણના થાય છે તે મિથુન ચક્રવર્તી તેમના લુક્સ અને રંગને કારણે ક્યારેય ખુશ ન હતા. એક્ટ્રેસ શબાના આઝમીએ એક ઇન્ટરવ્યૂમાં આ વાત કહી છે. હકીકત મિથુન FTIIમાં શબાનાના જુનિયર હતા. જ્યારે મિથુને શબાનાની માતાને તેની અસલામતી અંગે વાત કરી ત્યારે તેણે ખૂબ જ સારી સલાહ આપી જેનાથી તેમનું અભિનેતાનું મનોબળ વધી ગયું હતું. શ્યામ વર્ણ હોવાને કારણે હતી પરેશાની
અરબાઝ ખાનના ચેટ શો 'ધ ઈન્વિન્સીબલ સિરીઝ'માં પહોંચેલા શબાનાએ કહ્યું, ' ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં મિથુન ચક્રવર્તી મારા જુનિયર હતા. મને યાદ છે કે તે અમારા ઘરે આવતા ત્યારે ખૂબ જ પરેશાન રહેતા હતા કે તે ગોરા નથી અને તેના દાંત વાંકાચૂકા હતા. એક દિવસ જ્યારે તેમણે ઘરે આવીને આ વાત કહી ત્યારે મારી માતા (શૌકત કૈફી) તેમને ગળે લગાવી અને કહ્યું, આ બધી બાબતોની ચિંતા ન કરો, તમે બહુ સારો ડાન્સ કરો છો. મિથુને તેમની ખૂબીઓ પર કામ કર્યું
મિથુને એક જૂના ઇન્ટરવ્યૂમાં પોતાની અસલામતી વિશે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, 'મારા લુકને કારણે મને મૂંઝવણ હતી. મને લાગતું હતું કે હું મારી સ્કિન ટોન બદલી શકતો નથી પણ ફિલ્મોમાં હું વિલન બની શકું છું. હું ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટ ગયો અને ટ્રેનિંગ મેળવીને પાછો આવ્યો. હું સારો ડાન્સ કરતો હતો, ફાઇટ સિક્વન્સ પણ સારી રીતે કરતો હતો. હું કંઈક એવું કરવા માગતો હતો જેથી લોકો મારા સ્કિન ટોન પર ધ્યાન ન આપે. મેં પણ એવું જ કર્યું અને પછી મેં મારી પોતાની ડાન્સિંગ સ્ટાઇલ બનાવી. મિથુને 350થી વધુ ફિલ્મમાં કામ કર્યું
16 જૂન, 1950ના રોજ કોલકાતામાં જન્મેલા મિથુનનું અસલી નામ ગૌરાંગ ચક્રવર્તી છે. ફિલ્મોમાં આવતા પહેલાં તેમણે પુણે ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાંથી એક્ટિંગનો કોર્સ કર્યો હતો. 350થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા મિથુનને તેની પહેલી જ ફિલ્મ 'મૃગયા' (1976) માટે નેશનલ અવૉર્ડ મળ્યો હતો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મિથુન છેલ્લે બંગાળી ફિલ્મ 'કાબુલીવાલા'માં જોવા મળ્યો હતો. તે ડિસેમ્બર 2023માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તે 50 દિવસથી વધુ સમય સુધી સિનેમાઘરોમાં રહી હતી. મિથુનની છેલ્લી હિન્દી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.