ઓડિશામાં મિસાઈલ પરીક્ષણ, 10 હજાર લોકોને ખસેડાયા:બાલાસોરના 10 ગામ ખાલી કરાવાયા; 300 રૂપિયાનું વળતર આપવા મામલે ગ્રામજનો નારાજ
ઓડિશાના બાલાસોરમાં બુધવારે એક મિસાઈલનું પરિક્ષણ થવાનું છે, જેના માટે 10 ગામોના 10 હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. મિસાઈલનું પરીક્ષણ બાલાસોરના ચાંદીપુરમાં ઈન્ટીગ્રેટેડ ટેસ્ટિંગ રેન્જ (ITR)ના લોન્ચ પેડ-3થી કરવામાં આવશે. આ સિવાય ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ હજુ સુધી મિસાઈલ સંબંધિત કોઈ માહિતી શેર કરી નથી. જો કે રક્ષા મંત્રાલયના સૂત્રોએ કહ્યું છે કે મિસાઈલ પરીક્ષણ પહેલા અલગ-અલગ તબક્કામાં તૈયારીઓ કરવામાં આવે છે. આમાં નક્કી કરવામાં આવે છે કે મિસાઈલ જમીન પર કેટલા અંતર સુધી અસર કરશે. આ પ્રક્રિયા અંતર્ગત DRDOએ ગ્રામજનોને સલામત સ્થળે ખસેડ્યા છે. આ ઉપરાંત તેમને વળતર તરીકે 300 રૂપિયા પણ આપવામાં આવ્યા છે. જો કે આ બાબતે ગ્રામજનોએ નારાજગી વ્યક્ત કરી છે. ગ્રામજનોએ કહ્યું- 300 રૂપિયાનું વળતર ઘણું ઓછું છે
ગ્રામજનોએ કહ્યું છે કે તેમને જે વળતર મળી રહ્યું છે તે ઘણું ઓછું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકો માટે નક્કી કરાયેલ વળતરની રકમમાં લાંબા સમયથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એમ પણ કહ્યું કે લોન્ચિંગ રેન્જમાં એક તળાવ છે, જ્યાં કામ કરતા માછીમારો અને ખેતમજૂરોને હજુ સુધી વળતર મળતું નથી. ગ્રામજનોએ કહ્યું કે આ અંગે બાલાસોરના એસડીએમને એક આવેદન-પત્ર આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે તેમની માંગણીઓ ટૂંક સમયમાં સ્વીકારવામાં આવશે. સવારે 4 વાગ્યે ઘર છોડવાનો આદેશ
તંત્રએ મિસાઇલ લોન્ચિંગ પહેલા લોન્ચ પેડના 3.5 કિમીની ત્રિજ્યામાં રહેતા 10,581 લોકોને હંગામી રીતે ખસેડ્યા છે. જિલ્લા પ્રશાસને પહેલાથી જ લોકોને હટાવવા માટે કહ્યું હતું કે તમારે 24 જુલાઈ, 2024ના રોજ સવારે 4 વાગ્યે ઘર છોડીને હંગામી કેમ્પમાં જવું પડશે. આ તમામ લોકો ત્યારે જ પોતાના ઘરે પરત ફરી શકશે જ્યારે પ્રશાસન મિસાઈલ પરીક્ષણ બાદ માહિતી આપશે. વળતરની રકમ બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવશે
વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, મિસાઈલ લોન્ચિંગથી પ્રભાવિત લોકોને સ્કૂલો અને હંગામી તંબુઓમાં રાખવામાં આવ્યા છે. રાહત શિબિરમાં રહેવા અને ભોજનની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોની મદદ માટે સરકારી અધિકારીઓ અને પોલીસ તહેનાત કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ લોકોની વળતરની રકમ તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. દરેક વ્યક્તિને 300 રૂપિયા આપવામાં આવશે. તેમજ, 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને વળતર તરીકે 150 રૂપિયા આપવામાં આવશે. બાળકોને ખાવા-પીવા માટે 75 રૂપિયા અલગથી આપવામાં આવશે. આ સમાચાર પણ વાંચો... સંરક્ષણ બજેટ - સળંગ ત્રીજા વર્ષે શસ્ત્રોની ખરીદીની રકમમાં ઘટાડો, 67% પગાર અને પેન્શન પર ખર્ચવામાં આવ્યા સંરક્ષણ બજેટ મોટાભાગે છ મહિના પહેલા રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટની નકલ છે. સેનાને ખર્ચ માટે રૂ. 6,21,940 કરોડ મળ્યા છે, જે વચગાળાના બજેટ કરતાં માત્ર રૂ. 400 કરોડ એટલે કે 0.064% વધુ છે. આમાં શસ્ત્રોની ખરીદી અને પગાર-પેન્શનનું બજેટ યથાવત્ રહે છે. 400 કરોડનો વધારો રક્ષા મંત્રાલયને મળ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.