ચોરવાડ પોલીસ સ્ટેશનના આરોપીને અપહરણ અને દુષ્કર્મ આચરવાના કેસમાં સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન રદ કર્યા - At This Time

ચોરવાડ પોલીસ સ્ટેશનના આરોપીને અપહરણ અને દુષ્કર્મ આચરવાના કેસમાં સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન રદ કર્યા


માળીયા હાટીનાના ચોરવાડ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ સગીરાના બદકામ ના ઈરાદે અપહરણ અને દુષ્કર્મ આચરવાના ગુન્હામાં સગીરાને પુખ્ત ગણાવતા સોગંદનામા અને સમજૂતી કરાર માં ઓળખ આપી મદદગારી કરવા બદલ જૂનાગઢના એડવોકેટ સિધ્ધાર્થ રાવલની આગોતરા જામીનની અરજી કેશોદ ના એડીશ્નલ ડીસ્ટીક એન્ડ સેશન્સ જજએ નામંજૂર કરતો હુકમ કર્યો હતો. કેશોદ કોર્ટમાં આ કેશના સહ આરોપી એડવોકેટ સિધ્ધાર્થ રાવલે આગોતરા જામીન મેળવવા કરેલ ફોજદારી પરચુરણ અરજી નંબર ૪૦/૨૦૨૨ ના કામે સરકારી વકીલ પુરોહિત ની દલીલો ને ગ્રાહ્ય રાખી ઈ.પી.કો કલમ ૩૬૩,૩૬૬,૩૭૬(૨)એન,૩૭૬(૩),પોકસો એક્ટ કલમ ૪,૫(એલ),૬,૭,૧૨,૧૭ ના ગુન્હાના કામે ૧૪ વર્ષ અને ૧૧ માસની સગીરાને ફરીયાદીના વાલીપણા માંથી લલચાવી ફોસલાવી અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુન્હામાં સગીરને પુખ્ત બતાવતા ખોટા સોગંદનામા અને સમજૂતી કરાર માં ઓળખ આપી મદદગારી કરવા ના ગુન્હામાં સહ આરોપી વકીલ સિધ્ધાર્થ રાવલની આગોતરા જામીન અરજી કેશોદ ના એડીશ્નલ સેન્સસ જજ મીલન દવેએ નામંજૂર કરતો હુકમ કર્યો હતો, સમગ્ર પંથકમાં અને વકીલ બેડા ખડભડાટ મચી ગયો

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.