જામનગરના પ્રદર્શન મેદાનમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારથી રંગબેરંગની રોશની સાથે મિની શ્રાવણી મેળાનો પ્રારંભ
- રાજસ્થાનથી આયાત થયેલી મશીન મનોરંજનની રાઇડનો રંગબેરંગી રોશનીનો ભવ્ય નજારો નિહાળીને શહેરીજનો થયા પ્રભાવિતજામનગર,તા 02 ઓગષ્ટ 2022,મંગળવારજામનગરના પ્રદર્શન મેદાનમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ગઈકાલે મીની શ્રાવણી મેળાનો પ્રારંભ થયો હતો. અને જુદી જુદી મશીન મનોરંજનની નાની મોટી રાઈડ નો કલરફુલ રોશની સાથેનો અલભ્ય નજારો નિહાળીને ઉત્સવ પ્રેમી શહેરીજનો પ્રભાવિત થયા હતા. જામનગરમાં છેલ્લા બે વર્ષથી કોરોના કાળને લઈને શ્રાવણી મેળાઓ યોજી શકાયા ન હતા, પરંતુ આ વખતે કોરોના કાળમાંથી મુક્તિ મળી છે, અને રાજ્ય સરકાર દ્વારા તમામ ધાર્મિક અને જાહેર કાર્યક્રમો યોજવા માટેની છૂટ આપી છે, ત્યારે જામનગર શહેરની મધ્યમાં આવેલા પ્રદર્શન મેદાનમાં ગઈકાલે શ્રાવણ માસના પ્રથમ સોમવારથી મિનિ શ્રાવણી મેળાનો પ્રારંભ થયો હતો. ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડૉ. વિમલ કગથરા તેમજ મહામંત્રી મેરામણભાઇ ભાટુ અને વિજયસિંહ જેઠવા દ્વારા શ્રીફળ વધેરીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. જે મેળો ખુલ્લો મુકતાની સાથે જ શહેરીજનો મેળાની રંગત માણવા માટે ઉમટી પડ્યા હતા. ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશ થી લોકોના મનોરંજન માટે આયાત કરવામાં આવેલી નાની-મોટી મશીન મનોરંજનની રાઇડ કે જેના પર અને પ્રકારની રંગબેરંગી લાઈટો ગોઠવવામાં આવી છે, જે રોશનીનો અલભ્ય નજારો નિહાળીને શહેરીજાનો પ્રભાવિત થયા હતા, અને પ્રથમ સોમવારે જ મેળાની રંગત માણવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.