લાખો લિટર પાણી વેડફાઈ ગયું,ખોખરામાં વહેલી સવારે પાણીની લાઈનમાં ભંગાણથી વીસ ફૂટ ઉંચો ફૂવારો ઉડયો - At This Time

લાખો લિટર પાણી વેડફાઈ ગયું,ખોખરામાં વહેલી સવારે પાણીની લાઈનમાં ભંગાણથી વીસ ફૂટ ઉંચો ફૂવારો ઉડયો


અમદાવાદ,મંગળવાર,23
ઓગસ્ટ,2022શહેરના દક્ષિણ ઝોનના ખોખરા વોર્ડમાં મંગળવારે વહેલી સવારે
પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા ભંગાણને પગલે વીસ ફૂટ ઉંચો પાણીનો ફૂવારો ઉડતા લાખો
લિટર પાણી વેડફાઈ જવા પામ્યુ હતું.થોડા દિવસો અગાઉ આજ સ્થળે ભૂવો પડયો
હતો.અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશન માર્ગ ઉપર લાખો લિટર પીવાના પાણીનો એક કલાક
સુધી  વેડફાટ થતા મ્યુનિસિપલ કોર્પોરેશનના
વહીવટી તંત્રની કામગીરી સામે અનેક સવાલો સ્થાનિકો તરફથી કરવામાં આવી રહયા છે.મંગળવારે વહેલી સવારે મણિનગર રેલવે ફાટકથી ખોખરા પોલીસ
સ્ટેશનના માર્ગ ઉપર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડયુ હતું.સવારના સમયે પાણીના
સપ્લાયની શરુઆત થતાની સાથે જ પાણીની લાઈનમાં ભંગાણ પડતા વીસ ફૂટ ઉંચો પાણીનો
ફૂવારો ઉડયો હતો.પાણીની લાઈનમાંથી બે માળ ઉંચે સુધીનો પાણીનો ફૂવારો ઉડતા આસપાસના
વિસ્તારમાં રહેતા રહીશો પણ અચરજમાં મુકાઈ જવા પામ્યા હતા.લાખો લિટર પાણી એક કલાક
સુધી સતત વેડફાયુ હતુ ઉપરાંત આ પાણી સીધુ ગટરમાં જતુ રહેતા વેડફાઈ જવા પામ્યુ હતું.એક અઠવાડીયા પહેલા જ આ સ્થળે ગટરની ચેમ્બર અને પાણીની લાઈન
પાસે ભૂવો પડતા મોટી રકમનો ખર્ચ કરીને તેનું સમારકામ મ્યુનિસિપલ તંત્ર તરફથી
કરાવવામાં આવ્યુ હતું.એજ સ્થળે મંગળવારે પાણીની લાઈનમાં ભંગાણ પડવા પામ્યુ હતું.આ
અંગેની જાણ  સ્થાનિક રહીશ શૈલેશ સિંદેએ
ખોખરા વોર્ડના કોર્પોરેટર  કમલેશ પટેલને
થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.જયાં તેમણે અધિકારીઓને જાણ કરી પાણીનો સપ્લાય બંધ
કરાવ્યો હતો.જોકે લાઈન સદંતર બંધ કરાવવામાં આવી નહોતી.પાણી લીકેજ થવાની ઘટનાને
કારણે આસપાસના વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપવામાં આવતા પાણી પુરવઠા
ઉપર પણ તેની ગંભીર અસર થવા પામી હતી.વસ્ત્રાલ મેટ્રો રેલના પિલર પાસે એ.એમ.ટી.એસ.સહિતના વાહનો
ફસાયા

થોડા દિવસ અગાઉ વસ્ત્રાલ વોર્ડમાં મેટ્રો રેલના પિલર
નંબર-૧૨૮ પાસે રોડ ખરાબ હોવાથી મંગળવારે એ.એમ.ટી.એસ.ની બસ સહિત આ રોડ ઉપરથી પસાર
થતા અનેક વાહનો રોડ ખરાબ હોવાથી ફસાઈ ગયા હતા.એ.એમ.ટી.એસ.ની બસ એક મોટા ખાડામાં
ફસાઈ ગઈ હતી.ફસાયેલી એ.એમ.ટી.એસ.બસને બહાર કાઢી પૂર્વ ઝોન ઈજનેર વિભાગના અધિકારીઓએ
ખાડાની આસપાસ બેરીકેડીંગ કરવાની ફરજ પડી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.