‘બિગ બોસ OTT-3’માં એન્ટ્રી લેશે મિકા સિંહ!:મેકર્સે સિંગરનો સંપર્ક કર્યો, કોન્ટ્રોવર્સિયલ કપલ સંજય ગંગનાની અને પૂનમ સાથે પણ વાતચીત ચાલી રહી છે
લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ ઓટીટી' તેની ત્રીજી સિઝન સાથે પરત ફરી રહ્યો છે. આ વખતે શોમાં ભાગ લેનાર સ્પર્ધકોના નામ સતત સામે આવી રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો લોકપ્રિય ગાયક મિકા સિંહ પણ સ્પર્ધક તરીકે શોનો ભાગ બની શકે છે. તાજેતરમાં, શોના નિર્માતાઓએ ટેલિવિઝન ઉદ્યોગના કોન્ટ્રોવર્સિયલ કપલ સંજય ગંગનાની અને પૂનમનો પણ સંપર્ક કર્યો છે. બંનેનું લગ્નજીવન છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. પિંકવિલાના તાજેતરના અહેવાલ મુજબ, 'બિગ બોસ'ના નિર્માતાઓએ મિકા સિંહનો સંપર્ક કર્યો છે. શોના મેકર્સ આ સિઝનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી કોઈ મોટો ચહેરો લાવવા માગે છે. ગયા વર્ષે મેકર્સ પૂજા ભટ્ટને લઈને આવ્યા હતા. જો કે, મિકાએ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે કે નહીં તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. વિવાદાસ્પદ ટીવી કપલનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો
ટીવી શો 'કુંડલી ભાગ્ય' એક્ટર સંજય ગંગનાની છેલ્લા ઘણા દિવસોથી હેડલાઇન્સમાં છે. એવા અહેવાલો હતા કે અભિનેત્રી પૂનમ પ્રીત સિંહ સાથે તેના પારિવારિક સંબંધ સારા નથી. આ દરમિયાન તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સે પણ આ સમાચારને પ્રમોટ કર્યા હતા. જો કે, જ્યારે ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું ત્યારે તેણે છૂટાછેડાના સમાચારને અફવા ગણાવી. ટેલી ટોસના અહેવાલ મુજબ, છૂટાછેડાના અહેવાલો વચ્ચે 'બિગ બોસ OTT 3' ના નિર્માતાઓએ શો માટે કપલનો સંપર્ક કર્યો છે. આ કપલ છેલ્લા ઘણા દિવસોથી મેકર્સ સાથે વાતચીત કરી રહ્યું છે. આ લોકો પણ બિગ બોસ OTT 3 ના સ્પર્ધક બની શકે છે
લોકપ્રિય અભિનેત્રી અમીષા પટેલને પણ આ શો માટે ઓફર મળી છે. જો કે તેની ફી અંગેનો મામલો અટવાયેલો છે. અમીષા ઉપરાંત, સોનમ ઉર્ફે બખ્તાવર ખાન, જે 'ત્રિદેવ' અને 'વિશ્વાત્મા' જેવી ફિલ્મોનો ભાગ હતી, તે પણ આ શોમાં ભાગ લેશે. સોનમ છેલ્લે 1994માં આવેલી ફિલ્મમાં જોવા મળી હતી, તેથી તે 30 વર્ષ બાદ નાના પડદા પર કમબેક કરવા જઈ રહી છે. આ સિવાય વડાપાવ ગર્લ, ડોલી ચાયવાલા, અરમાન મલિક, ટીવી એક્ટર સના મકબૂલ, સાઈ કેતન રાવ પણ આ શોમાં ભાગ લઈ શકે છે. 'બિગ બોસ ઓટીટી 3' 21 જૂનથી શરૂ થશે
'બિગ બોસ OTT 3' 21 જૂનથી Jio સિનેમા પર સ્ટ્રીમ થવા જઈ રહ્યું છે. આ વર્ષે સલમાન ખાન નહીં પણ અનિલ કપૂર આ શોને હોસ્ટ કરવા જઈ રહ્યો છે. Jio સિનેમા દ્વારા શોના નવા પ્રોમો સતત રિલીઝ કરવામાં આવી રહ્યા છે. શોના મેકર્સ 18 જૂને પ્રેસ કોન્ફરન્સમાં શોના સ્પર્ધકોના નામ જાહેર કરશે. 'બિગ બોસ ઓટીટી'ની પ્રથમ સિઝન લોકપ્રિય ફિલ્મ નિર્માતા કરન જોહરે હોસ્ટ કરી હતી. તે સિઝનમાં દિવ્યા અગ્રવાલે શોની ટ્રોફી જીતી હતી. બીજી સિઝન સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી, જેમાં વાઇલ્ડ કાર્ડ તરીકે શોમાં સામેલ થયેલા એલ્વિશ યાદવે શો જીત્યો હતો. બિગ બોસના ઇતિહાસમાં આ પહેલીવાર હતું જ્યારે કોઈ વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક શો જીત્યો હોય.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.