તરછોડાયેલ નવજાત શિશુને જાગૃત નાગરિકની સતર્કતાથી ૧૦૮ સેવાએ નવજીવન આપ્યું શિશુને વધુ સારવાર માટે ઝનાના હોસ્પિટલે ખસેડાયુ - At This Time

તરછોડાયેલ નવજાત શિશુને જાગૃત નાગરિકની સતર્કતાથી ૧૦૮ સેવાએ નવજીવન આપ્યું શિશુને વધુ સારવાર માટે ઝનાના હોસ્પિટલે ખસેડાયુ


રાજકોટ તા. ૧૯ જુલાઈ - શહેરના મોરબી રોડ જકાત નાકા અક્ષર પાર્ક સોસાયટી શેરી નં ૧ માં ખુલ્લા પ્લોટમાં તરછોડાયેલ નવજાત શિશુને જાગૃત નાગરિકની મદદથી ૧૦૮ ની ટીમ દ્વારા સારવાર માટે ઝનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું.
જાગૃત નાગરિકે ૧૦૮ માં જાણ કરતાં ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી ૧૦૮ ના ઇ.એમ.ટી ભાવેશ વાઢેર અને પાઇલોટ ઘનશ્યામ ડાંગર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા, અને યોગ્ય સારવાર કરી નજીકના પોલીસ મથકે જાણ કરી હતી.
મળી આવેલું નવજાત શિશુ જીવિત પુરુષ છે, જેને હાથના ભાગમાં ઈજા પહોંચી હતી. ઉપરાંત બાળક અસ્વસ્થ હોવાથી ૧૦૮ ટીમ દ્વારા ડોક્ટરની સાથે ટેલિફોનીક વાતચીત કરી શિશુની સારવાર ચાલુ કરી રાજકોટ ઝનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. જ્યાં ફરજ પરના ડોક્ટર નવજાત શિશુની વધારાની સારવાર અર્થે આઇ.સી.યુ.માં રાખ્યું હતું. ત્યાર બાદ નવજાત શિશુની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયુ હતું.
આ રીતે એક જાગૃત નાગરિકની સતર્કતાથી તથા સરકારની ૧૦૮ મદદથી બાળકને જીવનદાન મળ્યું છે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.