માઈક્રોસોફ્ટ સર્વર ડાઉન, US-ઓસ્ટ્રેલિયામાં ટેકનિક સેવાઓ ઠપ:એરપોર્ટ-સ્ટેશનો પર લોકો ફસાયા, ન્યૂઝ ચેનલો બંધ, ન્યૂઝીલેન્ડ સંસદમાં કામ અટક્યું; 15 PHOTOS - At This Time

માઈક્રોસોફ્ટ સર્વર ડાઉન, US-ઓસ્ટ્રેલિયામાં ટેકનિક સેવાઓ ઠપ:એરપોર્ટ-સ્ટેશનો પર લોકો ફસાયા, ન્યૂઝ ચેનલો બંધ, ન્યૂઝીલેન્ડ સંસદમાં કામ અટક્યું; 15 PHOTOS


માઇક્રોસોફ્ટના સર્વરમાં ખરાબીના કારણે શુક્રવાર એટલે આજે દુનિયાભરમાં ટેકનિકલ સેવાઓ ઠપ પડી ગઈ છે. અમેરિકા, બ્રિટન, જર્મની સહિત 20થી વધારે દેશોમાં મેડિકલ સર્વિસિસ અને બેંકમાં કામ થઈ રહ્યું નથી. ટીવી ચેનલ્સ, રેડિયો, ટ્રેન સ્ટેશન્સ પર પણ કામકાજ અટકી ગયું છે. અમેરિકા, બ્રિટન અને ભારત જેવા અનેક દેશમાં 1 હજારથી વધારે ફ્લાઇટ્સ કેન્સલ થઈ ગઈ છે. ત્યાં જ, 3 હજાર વિમાનની ઉડાનમાં મોડું થયું. CNNના રિપોર્ટ પ્રમાણે, ભારતમાં હાલ 6 એરલાઇન્સ ટેકનિકલ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. આ સિવાય દિલ્હી એરપોર્ટ પર થોડી સેવાઓ અટકી ગઈ છે. અમેરિકામાં લોકો ઇમરજન્સી નંબર 911ને કોન્ટેક્ટ કરી શકતા નથી. બ્રિટનમાં લોકો નાના બાળકો સાથે 3 કલાકથી એરપોર્ટ પર લાઇનમાં લાગેલાં છે. આખા બ્રિટનમાં સ્વાસ્થ્ય સેવાઓ માટે જવાબદાર નેશનલ હેલ્થ સર્વિસ કમ્પ્યૂટર એક્સેસ કરી શકતું નથી. ત્યાં જ, બ્રિટનમાં અનેક સ્ટોર્સ પર કાર્ડ પેમેન્ટ સિસ્ટમ ઠપ થઈ ગઈ છે. પેમેન્ટ ન થવાના કારણે ગ્રાહકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. પેરિસ ઓલમ્પિક કમિટી તરફથી પણ આઈટી સિસ્ટમમાં મુશ્કેલીની જાણકારી આપવામાં આવી રહી છે. ત્યાં જ, ન્યૂઝીલેન્ડની સંસદમાં પણ કામ અટકી ગયું છે. 15 તસવીરોમાં જુઓ આખી દુનિયામાં ટેકનિકલ સેવાઓ ઠપ થવાની અસર શું થઈ.... માઇક્રોસોફ્ટે કહ્યું- ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મમાં સમસ્યા હતી
વિશ્વભરમાંથી ટેકનિકલ સમસ્યાઓની જાણ થયા પછી, માઇક્રોસોફ્ટે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે તેમના ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મમાં સાંજે 5.56 વાગ્યે સમસ્યા શરૂ થઈ. જેના કારણે તેને લગતી વ્યવસ્થાઓ પ્રભાવિત થઈ છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ શું છે
ક્લાઉડ કમ્પ્યૂટિંગ એક એવી કમ્પ્યૂટર સુવિધા છે જેમાં સર્વર, સ્ટોરેજ, ડેટાબેસ, નેટવર્કિંગ, સોફ્ટવેર, એનાલિટિક્સ અને ઇન્ટેલિજન્સ સેવાઓ મળે છે. આ સેવાઓ માટે ગ્રાહકોના કમ્યૂટરને ક્લાઉડ સર્વરથી ઇન્ટરનેટ દ્વારા જોડવામાં આવે છે. સેવાઓના બદલામાં ગ્રાહકોએ ચૂકવણી કરવી પડે છે. ઇન્ટરનેટના માધ્યમથી મળતી આ સેવાઓનો ધ્યેય ઝડપી અને સરળ રીતે સુવિધાઓને પ્રદાન કરવાનું હોય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.