અંગદાતા સ્વ.વેદની સ્મૃતિરૂપે ભાઈ વિઆનની રક્તતુલા   ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા રકતદાન કેમ્પ તથા અનેક સેવા પ્રકલ્પોનું આયોજન  સ્વર્ગસ્થ મોટાભાઈની સ્મૃતિરૂપે નાના ભાઈની થશે  રક્તતુલા - At This Time

અંગદાતા સ્વ.વેદની સ્મૃતિરૂપે ભાઈ વિઆનની રક્તતુલા   ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા રકતદાન કેમ્પ તથા અનેક સેવા પ્રકલ્પોનું આયોજન  સ્વર્ગસ્થ મોટાભાઈની સ્મૃતિરૂપે નાના ભાઈની થશે  રક્તતુલા


અંગદાતા સ્વ.વેદની સ્મૃતિરૂપે ભાઈ વિઆનની રક્તતુલા

  ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા રકતદાન કેમ્પ તથા અનેક સેવા પ્રકલ્પોનું આયોજન

 સ્વર્ગસ્થ મોટાભાઈની સ્મૃતિરૂપે નાના ભાઈની થશે  રક્તતુલા

પ્રજાપતિ સમાજના અગ્રણી તેમજ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સાથે જોડાયેલા ભાવેશભાઈ ઝીંઝુવાડિયા તથા શ્રીમતિ વિભૂતિબેન તથા  સમગ્ર ઝીંઝુવાડિયા પરિવાર દ્વારા તેમના પુત્ર વેદ કે જેમનુ  નાની વયમાં જ  બ્રેન ડેડ થતાં ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના નિતીનભાઈ ઘાટલિયા ,ભાવનાબહેન મંડલી , ડો. દિવ્યેશ વિરોજા , ડો. સંકલ્પ વણઝારા , ડો. તેજસ કરમટા,મિતલ ખેતાણી અને વિક્રમ જૈન વિગેરે પ્રેરક બનતા  અંગદાન કરવાનો  સંકલ્પ કરાયો  હતો, વેદની  સ્મૃતિરૂપે  તેના જ નાના ભાઈ વિઆનની રક્તતુલા કરવાની સાથે અનેક સેવા પ્રકલ્પોનું આયોજન રાજકોટમા તા.19/05/2024ને રવિવારે રોજ 150 ફૂટ રિંગ રોડ પર આવેલ અયોધ્યા ચોક ખાતે  પર્વન પાર્ટી પ્લોટમા સાંજના 06:30 થી 08:00 દરમિયાન કરવામાં આવ્યું  છે. રકતદાન કેમ્પ,શાકાહાર જન જાગૃતિ અભિયાન,અંગદાન જાગૃતિ અભિયાન,કુંડા અને  ચકલીના માળાનું વિતરણ તેમજ વ્યસન મુક્તિ અભિયાન પણ આ નિમિત્તે યોજાશે .અત્રે ઉલ્લેખનીય રહેશે કે પ્રવર્તમાન સમયમાં રકતની જરૂરીયાત ઉભી થઇ છે. સીવીલ હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે સૌ પ્રયત્નશીલ બને તેવી વિનંતી છે. રકતદાન કરી અમુલ્ય માનવ જિંદગીઓને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં જીવનને બચાવવા નિમિત્ત બનવા માટે અપીલ કરવામાં આવી છે. આ પ્રેરક કાર્યક્રમમાં પૂર્વ સાંસદ  ડો. વલ્લભભાઈ કથીરિયા ,શાસક પક્ષના નેતા શ્રીમતિ લીલુબેન જાદવ, નગરસેવક ડો. અલ્પેશભાઈ મોરઝરિયા ,મિતલબેન લાઠીયા ,બાંધકામ સમિતિના ચેરમેન ભાવેશભાઈ દેથરિયા ,રાજકોટ શહેર બક્ષી પંચ સમિતિના  લલિતભાઈ વાડોલીયા ,હરિપર પાળ એસોસિએશનના પ્રમુખ ડેનિશભાઈ હદવાની વિગેરે ઉપસ્થિત રહેશે.  આ સેવા કાર્યમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો જોડાશે.
ઝીંઝુવાડિયા પરિવાર અને સમસ્ત પ્રજાપતિ સમાજે  લોકોને રકતદાન કરવા માટે પણ  અપીલ કરી  છે.ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા આ સેવા પ્રકલ્પોને બિરદાવી અને લોકોને અંગદાન જાગૃતિ વિષે માહિતગાર કરવામાં આવશે.રકતદાન કેમ્પ માટે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનયભાઈ જસાણી જહેમત ઉઠાવી રહ્યા છે.આ પ્રસંગે પ્રજાપતિ સમાજના પ્રમુખશ્રી મનસુખભાઈ તલસાણીયા,નીતિનભાઈ ઘાટલિયા,બ્રહ્માકુમારી અંજુદીદી (રાજયોગ શિક્ષિકા) વિગેરે મહાનુભવો આ કાર્યક્રમમા ઉપસ્થિત રહેશે.
વધુ માહિતી માટે ભાવેશભાઈ ઝીંઝુવાડિયા (મો.98246 50599)નો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.