શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંગઠન દ્વારા બરવાળા મુકામે રક્તદાન કેમ્પ તેમજ સરસ્વતી સન્માન સમારોહ યોજાયો - At This Time

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંગઠન દ્વારા બરવાળા મુકામે રક્તદાન કેમ્પ તેમજ સરસ્વતી સન્માન સમારોહ યોજાયો


શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંગઠન દ્વારા
બરવાળા મુકામે રક્તદાન કેમ્પ તેમજ સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

તેજસ્વી વિદ્યાર્થીઓને આગેવાનો દ્વારા શિલ્ડ,મેડલ,મોમેન્ટ આપી સન્માનિત કરાયા

સરકારી નોકરી મેળવનાર યુવાનોને સન્માનિત કરાયા

આ પ્રસંગે કારડીયા રાજપુત સમાજના આગેવાનો તેમજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બરવાળા મુકામે શ્રી ક્ષત્રિય કારડીયા રાજપુત યુવા સંગઠન દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન તેમજ આ વર્ષમાં સરકારી નોકરીમાં નિમણૂંક પામેલ યુવાનોનું શ્રેષ્ઠતા સન્માન સમારોહ-2024 તેમજ રક્તદાન કેમ્પ યોજાયો હતો.જેમાં ડો. અવનીબા મોરી (પ્રાથમિક શિક્ષણ અધિકારી મહીસાગર જિલ્લા), પ્રતાપભાઈ બારડ, કમલેશભાઈ રાઠોડ, બળવંતસિંહ (ભોલાભાઈ) મોરી (પૂર્વ પ્રમુખ બરવાળા નગરપાલિકા), કેતનસિંહ પરમાર (પ્રમુખ ક્ષત્રિય રાજપૂત સમાજ બોટાદ), વિજયસિંહ ડાભી (મામલતદાર ધંધુકા), અશોકસિંહ વાળા (ડે. મામલતદાર બોટાદ) સહિતના સામાજિક,રાજકીય આગેવાનો સમાજ અગ્રણીઓ સહિત કારડીયા રાજપુત સમાજના આગેવાનો,હોદેદારો, કર્મચારીઓ તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપુત યુવા સંગઠન બરવાળા તાલુકા દ્વારા તા.૧૬/૦૬/૨૦૨૪ ને રવિવારનાં રોજ સવારનાં ૯:૩૦ થી ૧૨:૩૦સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં શહેરમાંથી ૬૦ વ્યક્તિઓએ રક્તદાન કર્યું હતું.

બોટાદ જિલ્લાના બરવાળા મુકામે તા.૧૬/૦૬/૨૦૨૪ ને રવિવારના રોજ બપોરના ૩:૦૦ કલાકે કમલમ હોલ ખાતે શ્રી ક્ષત્રિય કારડીયા રાજપુત યુવા સંગઠન બરવાળા તાલુકા આયોજીત સરસ્વતી સન્માન સમારોહ તેમજ શ્રેષ્ઠતા સન્માન સમારોહનું ઉપસ્થિત સમાજના આગેવાનોના વરદહસ્તે દિપ પ્રાગટય તેમજ પ્રાર્થના ગીત કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત આગેવાનોને પુસ્તક પુષ્પગુચ્છ મોમેન્ટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજના ઉપસ્થિત દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું. શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત યુવા સંગઠન દ્વારા ધો.1 થી 12 ના તમામ ફેકલ્ટીના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ,મેડલ,મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ આ વર્ષમાં સરકારી નોકરીમાં નિમણૂંક પામેલ યુવાનોને શિલ્ડ,પ્રમાણપત્ર,મોમેન્ટ ઉપસ્થિત સમાજ આગેવાનોના વરદહસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.સન્માન સમારોહમાં ઉપસ્થિત સૌ લોકો ગરિમા પૂર્વક રાષ્ટ્રગાન કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપુત યુવા સંગઠન બરવાળા તાલુકા આયોજીત સરસ્વતી સન્માન તથા આ વર્ષમાં નિમણૂંક પામેલ સરકારી કર્મચારીઓના સન્માન સમારોહને સફળ બનાવવા કારડીયા રાજપુત યુવા સંગઠન બરવાળા તાલુકાના યુવાનો સહદેવસિહ વાળા, ચીથરભાઈ મોરી, પ્રતાપસિંહ ડાભી, અજયસિંહ મોરી મુકેશભાઈ રાઠોડ સહિત કા.રા.સમાજ બરવાળા યુવા ટીમ ના યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

સમાજના બાળકો સંસ્કારી બને, અભ્યાસ, આત્મબળ વાલીઓએ આપવું

સમાજના બાળકોને સંસ્કાર આપવા બાળકોમાં સંસ્કારો નું ઉત્તમ સિંચન કરવું જરૂરી છે. વધારેમાં વધારે શિક્ષણ આપવું જીવનમાં શિક્ષણ જરૂરી છે. સંસ્કાર,શિક્ષણ ની સાથે હિંમત તથા આત્મબળ આપવું જરૂરી છે. વાલીઓએ દીકરીઓમાં રાજપૂત સમાજની મર્યાદામાં રહીને ઉત્તમ કેળવણી આપવી જરૂરી છે. દીકરીઓમાં રહેલી શક્તિઓને ઉજાગર થાય તેવા પ્રયત્નો માતા પિતા દ્વારા કરવા જરૂરી છે. લોહીના સંસ્કાર ભૂલવા જોઈએ નહીં. સમાજમાં ઉત્તમ નાગરિકતા પરિપક્વ બનાવવી. બાળકોમાં પડી રહેલી શક્તિ ને ઉજાગર કરવા આવનવા આયોજન કરવા જોઈએ.
ડો.અવનીબા મોરી (પ્રાથમિક શિક્ષણ અધિકારી મહીસાગર જિલ્લા)

શબ્દો થી સ્વાગત
કરણસિંહ ડી. રાઠોડ(એડવોકેટ)
આભારવિધિ રાજદીપસિંહ ડી.રાઓલ
(બી.આર.સી.ગઠડા)
કાયૅક્રમ નુ સંચાલન:
નરેન્દ્રસિંહ ડી. રાઠોડ
રાજદીપસિંહ ડી. રાઓલ દ્વારા કરવામાં આવ્યું હતું.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.