રાજકોટ ભગવતીપરા નદીના કાંઠેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી PCB. - At This Time

રાજકોટ ભગવતીપરા નદીના કાંઠેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી PCB.


રાજકોટ શહેર તા.૧૭/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય, જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ PCB ના પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન મહીપાલસિંહ દશરથસિંહ, ઘનશ્યામસિંહ પ્રતાપસિંહ, હરદેવસિંહ જગતસિંહ નાઓને મળેલ સયુંકત હકીકત આધારે ભગવતીપરા પુલ પાસે ખોડીયારપરા શેરીનં.૩ નદીના કાંઠે આવેલ મકાનમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. (૧) જાહીદભાઇ હુસેનભાઇ કુરેશી ઉ.૩૪ રહે.ખોડીયારપરા શેરીનં.૩ નદીના કાંઠે ભગવતીપરા પુલ પાસે રાજકોટ (૨) જાહીદભાઇ યુસુફભાઇ પીપરવાડીયા ઉ.૪૫ રહે.RMC કવાટર્સ નં.૩૮૦ નાણાવટી ચોક રાજકોટ. ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૮૪ કુલ કિ.રૂા.૫૪,૩૧૨ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image