સુરેન્દ્રનગર ખાતે નાબાર્ડના પોટેન્શિયલ લિંક્ડ ક્રેડિટ પ્લાન (પીએલપી)નું અનાવરણ કરાયું.
તા.22/12/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ બેન્કર્સની મીટીંગમાં ઇન્ચાર્જ જિલ્લા કલેકટર પી.એન. મકવાણાના હસ્તે નાબાર્ડના પોટેન્શિયલ લિંક્ડ ક્રેડિટ પ્લાન(પીએલપી)નું અનાવરણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વિવિધ પ્રાથમિકતા વાળા ક્ષેત્રોના વિકાસની સંભાવનાઓને ધ્યાને રાખી સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2023-24 માટે નાબાર્ડના પીએલપી માં રૂ. 7042.92 કરોડના બેન્ક ધિરાણની શક્યતાનું આંકલન કરવામાં આવ્યું છે, જેમાં કૃષિ ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપી પાક ધિરાણ માટે રૂ.3274.03 કરોડ (46.48 %), મધ્ય અને લાંબી મુદતના ખેતી ધિરાણ માટે રૂ 1691.78 કરોડ ( 34.06%), એમએસએમઇ સેક્ટર માટે રૂ.1795.05 કરોડ (25.48%) અને અન્ય પ્રાથમિકતા વાળા ક્ષેત્રો જેમ કે એક્સપોર્ટ, શિક્ષા, હાઉસિંગ, રિન્યુએબલ એનર્જી, અને સોશ્યલ ઇન્ફ્રાસ્ટ્રકચર માટે રૂ.282.05 કરોડ (4.00 %)નું આંકલન કરેલ છે. પીએલપીના આંકલન પ્રમાણે જિલ્લાની બેન્કોની વાર્ષિક ઋણ યોજના લીડ બેન્ક દ્વારા તૈયાર કરવામાં આવે છે અને જિલ્લાની બેન્કો ધિરાણોના ટાર્ગેટ પૂરૂ પાડવા પ્રયાસો કરે છે તેમ નાબાર્ડના જિલ્લા વિકાસ પ્રબંધક અરસુ બર્નબાસની દ્વારા જણાવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.