રાજકોટમાં 22 નવા કેસ સામે એકસાથે 36 ડિસ્ચાર્જ કરાયા - At This Time

રાજકોટમાં 22 નવા કેસ સામે એકસાથે 36 ડિસ્ચાર્જ કરાયા


5 દર્દી હોસ્પિટલમાં દાખલ, કુલ કેસ 144

શહેરમાં પાંચમા દિવસે કેસ બમણા થઈ ગયા

રાજકોટ શહેરમાં કોરોનાના કેસ કૂદકે અને ભૂસકે વધી રહ્યા છે. શુક્રવારે એક જ દિવસમાં 22 નવા પોઝિટિવ કેસ આવ્યા છે. જોકે રાહતની વાત એ છે કે, એક જ દિવસમાં 36 દર્દીઓને ડિસ્ચાર્જ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે કુલ કેસનો આંક 144 થયો છે જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 102 છે. સૂત્રોના જણાવ્યા મુજબ નવા કેસ આવવાની ગતિ બે સપ્તાહમાં ખૂબ વધી છે અને ડબલિંગ રેટ એટલે કે કેસ બમણા થવાનો ગાળો ઘટીને 5 દિવસ થઈ ગયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.