એમ.જી.વી.સી.એલ.દ્વારા સંવેદનશીલ વિસ્તારમાંથી ૭.૬૫ લાખની વીજ ચોરી પકડાઇ
વડોદરા, વીજ કંપનીના સ્ટાફે વીજ ચોરી અંગે યાકુતપુરા, હાથીખાના, ફતેપુરા, પાણીગેટ રોડ વિસ્તારમાં તપાસ કરી હતી.તે દરમિયાન રૃપિયા ૭.૬૫ લાખની વીજ ચોરી પકડાઇ છે.અને ૯ મકાન માલિક સામે કેસ કરવામાં આવ્યા છે.યાકુતપુરામાં વીજ કંપનીના સ્ટાફ સાથે માથાકૂટ કરનાર સામે પોલીસ કેસ પણ કરવામાં આવ્યો છે.શહેરમાં થતી વીજ ચોરી અટકાવવા માટે વીજ કંપનીના સ્ટાફ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.વીજ કંપનીના સ્ટાફ દ્વારા શહેરના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ૧૨૮ વીજ જોડાણોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.તે દરમિયાન વીજ ચોરીના ૯ કેસ પકડાયા છે.અને વીજ ચોરી અંગે ૭.૬૫ લાખના બિલ આપવામાં આવ્યા હતા. એમ.જી.વી.સી.એલ.નો સ્ટાફ યાકુતપુરા મીનારા કોમ્પલેક્સમાં તેઓ વીજચોરી પકડવાની કામગીરી કરતો હતો.તે દરમિયાન યાકુતપુરા પટેલ ફળિયામાં રહેતા રહેતો અનવર સૈયદ (ધોબી) (રહે. હુર કોમ્પલેક્સની બાજુમાં) સ્થળ પર આવીને જોર જોરથી બૂમો પાડી લોકોને ઉશ્કેરણી કરી ટોળું ભેગું કરીને સરકારી કામકાજમાં રૃકાવટ ઉભી કરતો હતો.તેમજ વીજ ચોરીમાં પકડાયેલા વ્યક્તિને તપાસના અહેવાલમાં સહી કરવાની ના પાડતો હતો.અને તેણે સહી પણ કરવા દીધી નહતી.જે અંગે ડે.એન્જિનિયર નિલેશ પટેલે સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.