ધંધુકાના પુનિતનગર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. - At This Time

ધંધુકાના પુનિતનગર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.


ધંધુકા ના પુનિતનગર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

અમદાવાદ જીલ્લા ના ધંધુકા ના ધોલેરા રોડ પર આવેલ પુનિતનગર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

ગુજરાત સરકાર દ્વારા આજે ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૪નો શુભારંભ થયો હતો . જે અંતગર્ત આજે ધંધુકા પુનિતનગર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં ધંધુકા તાલુકાના લોક લાડીલા ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી ભુવાત્રા સાહેબ , નગરપાલિકા ના પ્રમુખ શ્રી. ભાજપ આગેવાન તેમજ
સ્થાનિક કોર્પોરેટર શ્રી ઓ હાજર રહી બાલવાટિકા તેમજ ધોરણ ૧ ના બાળકો ને પ્રવેશ અપાયો હતો સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આચાર્ય શ્રી દ્વારા કરવામાં આવી તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના મદદનીશ શિક્ષક શ્રી હરેશભાઈ મશિયાવા તથા રાજેશભાઈ ટાંક અને સ્કુલના તમામ શિક્ષકો, વિદ્યાથીઓ, ભાઈ-બહેનો સહિત મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રીપોર્ટર. : સી કે બારડ
મો. : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.