કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇન દ્વારા ગ્રોથ સેશન ટ્રેનિંગ સેમિનાર યોજાયો ટ્રેનર T.I.G.E.R વિજય રાયચુરાએ સૌથી અસરકારક નેતૃત્વ વિકાસ વિષે જાણકારી આપી - At This Time

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇન દ્વારા ગ્રોથ સેશન ટ્રેનિંગ સેમિનાર યોજાયો ટ્રેનર T.I.G.E.R વિજય રાયચુરાએ સૌથી અસરકારક નેતૃત્વ વિકાસ વિષે જાણકારી આપી


કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનિમલ હેલ્પલાઇન દ્વારા ગ્રોથ સેશન ટ્રેનિંગ સેમિનાર યોજાયો

ટ્રેનર T.I.G.E.R વિજય રાયચુરાએ સૌથી અસરકારક નેતૃત્વ વિકાસ વિષે જાણકારી આપી

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ,એનિમલ હેલ્પલાઇન દ્વારા સ્ટાફ મિત્રો અને દર્શકો માટે લાઈવ સ્ટ્રીમ ટ્રેનિંગ સેમિનાર યોજાયો હતો.જેમાં વિજય રાયચુરાએ સૌથી અસરકારક નેતૃત્વ વ્યક્તિત્વ વિકાસ વિશે જાણકારી આપી હતી.વિજય રાયચુરાએ જણાવ્યું કે માણસનું નેતૃત્વ કેવું હોવું જોઈએ તેના બે પ્રકાર છે.1.significant (નોંધપાત્ર)જે લોકો છાપ એવી છોડે અથવા એવું કામ કરે કે લોકોને યાદ રહે અને 2.Normal (સામાન્ય) એવો માણસ કે જેને આવું કાઈ કામ ન કર્યું હોય.જેથી લોકો તેને યાદ કરે આમ બે પ્રકાર ના માણસ હોય છે.તે ઉપરાંત contributor & beneficiary (ફાળો આપનાર અને લાભાર્થી) વિષે સમજાવ્યું હતું.તેમજ જિંદગીના મહત્વને લઈને પાંચ પ્રશ્ન પૂછ્યા હતા.તે ઉપરાંત નેતૃત્વ વિકાસના અલગ અલગ વિડિયો અને રમતો રમાડીને માહિતગાર કર્યા.તેમજ આદત No Pain – No Gain (કોઈ પીડા નથી – કોઈ ફાયદો નથી)વિષે જણાવ્યું હતું.ત્યાર બાદ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના મિતલ ખેતાણીએ સેમિનારનો સાર રજૂ કર્યો અને સ્ટાફ મિત્રોએ પોતાના પ્રતિભાવ વ્યક્ત કરી વિજય રાયચુરાનો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.