બાલાસિનોરના યુવકે જનરેટરના ધંધામાં દેવુ થઇ જતાં લોન ધારકોના નાણા ગપચાવ્યાં…
બાલાસિનોરના બે ભાઇએ 15 ગ્રાહકના 17 લાખ ફાયનાન્સ કંપનીના બદલે અંગત કામમાં વાપરી નાંખ્યાં
મહિસાગર જીલ્લાના બાલાસિનોરના બે પિતરાઇ ભાઇએ ફાયનાન્સ કંપનીની એજન્સી લીધા બાદ લોન ધારકો પાસેથી મળેલા આશરે 17 લાખ જેવી રકમ બારોબાર વાપરી નાંખી હતી. આ અંગે વિરપુર પોલીસે ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યાં હતાં. જે રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યાં છે. જોકે, તેઓએ આ રકમ દેવુ ચુકવવામાં વાપરી નાંખ્યા હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે
વિરપુર ખાતે 14મી ફેબ્રુઆરી,2020થી 17મી ફેબ્રુઆરી, 2023ના રોજ રી-એગ્રીમેન્ટ કરી બ્રિજેશ જેઠાભાઈ પંચાલને કેશવ કોમ્પ્લેક્સ વિરપુર ખાતે ક્વીક એન્ટરપ્રાઇઝ નામની એજન્સી (ઓથોરાઇઝ સેલ્સ સર્વિસ સેન્ટર) આપવામાં આવી હતી. આ ક્વીક એન્ટર પ્રાઇઝ એજન્સીનું સંચાલન મિતેશ શાંતિલાલ પંચાલ (રહે. વાળીયાવાડ ફળીયું, પાંડવા, તા. બાલાસિનોર) કે જે એજન્સી ધારકના પિતરાઇ ભાઇ થાય છે. તેઓ કરતાં હતાં. ગ્રાહકોએ તેની જુની પર્સનલ લોન ચુકવવા માટે મિતેશને ઓનલાઇન તેમજ રોકડેથી નાણા ચુકવ્યાં હતાં. પરંતુ તેઓને કંપની દ્વારા લોનના હપ્તા બાકી હોવાનું જણાવવામાં આવતાં તેમને જાણ થઇ કે મિતેશે તેના નાણા ફાયનાન્સની પર્સનલ લોન ખાતામાં જમા કરાવવાના બદલે તેમના અંગત ઉપયોગમાં વાપરી નાંખ્યાં હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ અંગે તપાસ કરતાં કુલ 15 ખાતેદારના રૂ.17,08,381 ની ઉચાપત કરી હતી. આ અંગે નિમેષ ચૌહાણે વિરપુર પોલીસ મથકે બ્રિજેશ જેઠ પંચાલ (રહે. જનોડ) અને મિતેષ શાંતિલાલ પંચાલ (રહે. પાંડવા) સામે ફરિયાદ આપતા પોલીસે બન્નેની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યાં હતાં. આ રિમાન્ડ દરમિયાન બંને ઈસમોએ કોરોના કાળ દરમિયાન જનરેટરના ધંધામાં મોટી ખોટ જતાં દેવુ થઇ ગયું હતું અને આ દેવુ ચુકવવામાં નાણાં વાપરી નાંખ્યાની કબુલાત કરી હતી જેના પગલે પોલીસ નાણા રિકવર કરી શકી નહતી જ્યારે રિમાન્ડ પુરા થતાં બન્ને ભાઇને કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યાં હતાં....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.