*વેરાવળ*:- *છ માસના બાળકને માતાની હૂફ અપાવતી અભયમ ટીમ* *અભયમ ટીમની મદદથી છતી માતાએ માતાવિહોણાં બનેલા બાળકને મળ્યો માતાનો પ્રેમ
*વેરાવળ*:- *છ માસના બાળકને માતાની હૂફ અપાવતી અભયમ ટીમ*
*અભયમ ટીમની મદદથી છતી માતાએ માતાવિહોણાં બનેલા બાળકને મળ્યો માતાનો પ્રેમ*
સમાજમાં માતા પિતા વચ્ચે નાની મોટી બાબતોના કારણે અણ બનાવો બને છે અને ઘણા બાળકો માતાનું અથવા પિતાનું વાત્સલ્ય ગુમાવે તેવા બનાવો બંતહોય છે.એવા જ એક બનાવમાં તાલાલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક મહિલાએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક સાધતા પોતાની આપવીતી જણાવી. જેથી ફરજ પર હાજર રહેલ કાઉન્સેલર મનિષા ધોળીયા, કોન્સ્ટેબલ ધારાબેન તેમજ પાઇલોટ રમેશભાઈ સ્થળ પર પહોંચી ગયા. પીડિત મહિલાએ પોતાની આપવીતી જણાવતા કહેલું કે મારા લગ્નના ૫ વર્ષ થયા છે. સંતાનમાં બે બાળકો છે. મારી સાસુ સાથે અવાર - નવાર નાના - મોટા ઝગડાઓ થયા કરતા હોય તેના કારણે મારા પતિ મને ખૂબ મારઝૂડ કરે છે. ત્યારબાદ મારો દીકરો છીનવી લીધો અને મને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી જેથી મારા પિયર જતી રહી. પરંતુ મારા છ મહિનાનું બાળક છે. તે પેટ ભરે તેના વગર રહી નથી શકતી. મને મારું બાળક અપાવી દયો. તે પીડિતાને લઈ તેના પતિના ઘરે ગયા તેના પતિનું કાઉન્સિ લિંગ કરી સમજાવ્યું હતું કે તમારું બાળક છ મહિનાનું પણ નથી અને તેના માટે ફીડિંગ( માતાનું ધાવણ) તે શારીરિક વિકાસનો પાયો છે. માટે તેને હાલ માતાના હુંફની જરૂર વધારે હોય છે આમ સામાજીક અને કાયદાકીય સમજ આપી હતી. જે પછી માતાએ બાળકની લેખિત બાહેંધરી લીધી હતી. તેનાથી સંતુષ્ટ થઈ અને બાળકનો કબ્જો માતાએ લીધો. આમ માતાના પ્રેમથી વંચિત રહેલ કુમળા ફૂલ જેવા બાળકને અભયમ ટીમે માતાની હૂફ અપાવી હતી. અને પીડિતાએ અભયમ ટીમનો ખૂબ આભાર વ્યક્ત કર્યો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.