વિસાવદર મામલતદારની ખાલી જગ્યા પર નવા મામલતદારની નિમણૂંક આપવા ટિમ ગબ્બર ની રજુવાત - At This Time

વિસાવદર મામલતદારની ખાલી જગ્યા પર નવા મામલતદારની નિમણૂંક આપવા ટિમ ગબ્બર ની રજુવાત


વિસાવદર મામલતદારની ખાલી જગ્યા પર નવા મામલતદારની નિમણૂંક આપવાટિમ ગબ્બર ની રજુવાત
અમો ટિમ ગબ્બર ગુજરાતના કે.એચ. ગજેરા તથા વિસાવદર ના એડવોકેટ નયનભાઇ જોશીને વિસાવદર તાલુકાના લોકો દ્વારા રજુઆત મળેલ છે કે,વિસાવદર તાલુકો ૮૪ ગામડા અને ૧૮ થી ૨૦ નેસો ધરાવતો જૂનાગઢ જિલ્લાનો વસ્તી અને વિસ્તારમાં સૌથી મોટો તાલુકો છે.આ તાલુકાની પ્રજાને સામાન્ય કામ માટે વિસાવદર આવવું પડતું હોય તાલુકાના સરકારી તમામ કામો મામલતદાર કચેરીમાં થતા હોય પરંતુ અહીંની કચેરીમાં મામલતદારની પોસ્ટ ખાલી છે અને ચાર્જમાં કામ ચલવાય છે અને નાયબ મામલતદારશ્રીને ચાર્જ સોંપવામાં આવેલ છે હાલ નવરાત્રીના તહેવારો,દિવાળીના તહેવારો નજીકમાં આવતા હોય તેમજ નગરપાલિકા તથા લોકસભાની ચૂંટણી તથા ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પણ નજીકના સમયમાં થનાર હોય ત્યારે જુનાગઢ જિલ્લાના સૌથી મોટા તાલુકામાં જ મામલતદાર વગર ગાડુ ગબડાવાતું હોય તે રીતે મામલતદારની નિમણૂક કરવામાં આવતી નથી અને તેના કારણે અરજદારોને ખૂબ મુશ્કેલીઓ પડે છે તેમાં વિસાવદર ખાતેઅધિકારી હાજર ન હોય લોકોના કામો થતા નથી અને વિધાર્થીઓ,વાલીઓ, વૃદ્ધ સહાયના દાખલા વાળા તથા વિધવા સહાય વાળા તથા અન્ય તમામ પ્રકારના કામોમાં અરજદારોને ખૂબ મુશ્કેલીઓ પડતી હોય તેથી આ બાબતે યોગ્ય કરી તાત્કાલિક મામલતદારની નિમણુંક કરવા અમારી ટિમ ગબ્બરની માંગ છે

રિપોર્ટ હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.