માઉન્ટ આબુમાં પારો ગગડ્યો, કચ્છવાસીઓ ઠુંઠવાયા:તાપમાન માઇનસ 5, ગુરુશિખરમાં બરફની ચાદર પથરાઈ; MP સહિત 6 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ
દેશના ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી અને ગાઢ ધુમ્મસની અસર સતત વધી રહી છે. હવામાન વિભાગે શુક્રવારે ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા, બિહાર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે. ગાઢ ધુમ્મસને કારણે બુધવારે સવારે ઉત્તરપ્રદેશના ગોરખપુર અને કાનપુરમાં વિઝિબિલિટી ઘટીને 500 મીટર થઈ ગઈ હતી. બીજી તરફ રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મધ્યપ્રદેશમાં પણ ઠંડી વધી રહી છે. MPના 8 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. ભોપાલમાં તાપમાન 10.2 ડિગ્રી નોંધાયું હતું. છેલ્લા 10 વર્ષમાં નવેમ્બરમાં આ ત્રીજું સૌથી ઓછું તાપમાન છે. ગુજરાતનાં કચ્છમાં શિયાળો હવે અસલ મિજાજમાં હોય તેમ ગુજરાતના કાશ્મીર ગણાતા નલિયાથી જાણે શિયાળાએ રાજ્યમાં પ્રવેશ કર્યો હોય તેમ પારો 1.1 ડિગ્રી નીચે સરકીને 13 ડિગ્રીએ પહોંચી આવતાં લોકોને વહેલી સવારે અને સાંજે ગરમ કપડાનો સહારો લેવો પડ્યો હતો. ફક્ત એક જ સપ્તાહમાં રાજ્યભરના જિલ્લાઓનું લઘુત્તમ અને મહત્તમ તાપમાન બગડ્યું છે. જેને કારણે અનેક લોકો બીમારીમાં પણ સપડાયા છે. આગામી જાન્યુઆરી માસ સુધી સતત ઠંડુ વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. ગુજરાત-રાજસ્થાનના એકમાત્ર હીલ સ્ટેશન માઉન્ટ આબુના એકાએક પારો ગગડતા માઉન્ટ આબુમાં માઇનસ એક અને અરવલ્લીના ગિરિકન્દ્રનું સૌથી ઊંચી ચોટી પર આવેલા ગુરૂશિખરમા મયનસ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાતા બરફના થર છવાયેલા રહે છે. પર્યટક સ્થળે એકાએક ગગડેલા તાપમાનથી ઠંડુગાર વાતાવરણ છવાતા સહેલાણીઓની સંખ્યામાં વધારો થયો હતો. દેશભરના હવામાનની 3 તસવીરો... છેલ્લા 2 દિવસથી જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા થઈ નથી, પરંતુ તાપમાન માઈનસમાં છે
જમ્મુ-કાશ્મીરના પહાડોમાં છેલ્લા 2 દિવસથી હિમવર્ષા થઈ નથી. આમ છતાં શ્રીનગરમાં તાપમાન 0.7 ડિગ્રી નોંધાયું હતું. ગુરુવારે શોપિયાં દેશનો સૌથી ઠંડો જિલ્લો રહ્યો હતો. અહીં તાપમાન માઈનસ 3.9 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અનંતનાગમાં માઈનસ 3.5 ડિગ્રી, પુલવામામાં માઈનસ 3.4 ડિગ્રી હતું. નોર્થ-ઈસ્ટમાં ભારે વરસાદ, દક્ષિણમાં ઠંડી ઓછી રાજ્યોના હવામાન સમાચાર... રાજસ્થાન: માઉન્ટ આબુમાં પારો 5 ડિગ્રી ગગડ્યો, કોટા-સીકરમાં સરેરાશ કરતાં 4 ડિગ્રી ઘટ્યું ઉત્તરીય પવનોના પ્રભાવમાં વધારો થતાં રાજસ્થાનના ઘણા ભાગોમાં શિયાળો વધુ તીવ્ર બન્યો છે. સિકર, કોટા અને અજમેરમાં રાત્રિનું લઘુત્તમ તાપમાન સરેરાશ કરતાં 4 ડિગ્રી સેલ્સિયસ ઘટ્યું હતું. આગામી એક સપ્તાહ સુધી હવામાન ચોખ્ખું રહેવાની શક્યતા છે. મધ્યપ્રદેશ: નવેમ્બરમાં ગયા વર્ષ કરતાં વધુ ઠંડી, ભોપાલમાં સૌથી ઓછું તાપમાન મધ્યપ્રદેશમાં નવેમ્બર મહિનો ગયા વર્ષની સરખામણીએ વધુ ઠંડો છે. ભોપાલમાં 10 વર્ષમાં ત્રીજા નંબરનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે, જ્યારે ઈન્દોર, ઉજ્જૈન, ગ્વાલિયર અને જબલપુરમાં પારો સામાન્ય (15 ડિગ્રી)થી નીચે પહોંચી ગયો છે. પચમઢી, એકમાત્ર હિલ સ્ટેશન, દિવસ અને રાત્રિ દરમિયાન સૌથી ઠંડું રહે છે. પંજાબ: 2 દિવસ માટે ધુમ્મસનું યલો એલર્ટ, તાપમાનમાં 0.4 ડિગ્રીનો ઘટાડો, AQI સ્તર ખરાબ પંજાબના સાત જિલ્લામાં આજે (શુક્રવાર) અને શનિવારે ગાઢ ધુમ્મસ રહેશે. આ અંગે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં અમૃતસર, નવાશહેર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, ફતેહગઢ સાહિબ અને પટિયાલાનો સમાવેશ થાય છે. બિહાર: હાજીપુર સહિત 4 શહેરો રેડ ઝોનમાં, હવા ખૂબ જ ખરાબ, AQI 300ને પાર બિહારની હવા દિવસેને દિવસે પ્રદૂષિત થઈ રહી છે. ભેજ વધવાને કારણે હવામાં ધૂળના કણોનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે હવા ખુબ જ ખરાબ થઈ ગઈ છે. 4 જિલ્લા રેડ ઝોનમાં છે. છેલ્લા 24 કલાકમાં હાજીપુરનો AQI 394, બેતિયા 333 નોંધાયો છે. જે ખરાબ કેટેગરીમાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.