હિંમતનગર સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી સીટી સ્કેનમાં બંને દર્દી અદલાબદલી થઈ ગયા દર્દીઓના સગાઓએ હોબાળો મચાવ્યો
(રિપોર્ટર;ઝાકીર હુસેન મેમણ હિંમતનગર)
હિંમતનગર સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી
સીટી સ્કેનમાં બંને દર્દી અદલાબદલી થઈ ગયા દર્દીઓના સગાઓએ હોબાળો મચાવ્યો
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દિન પ્રતિદિન હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે પરંતુ સિવિલ હોસ્પિટલની બેદરકારીના કારણે અનેક દર્દીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે ત્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એક ગંભીર બેદરકારી સામે આવી છે.
વિગત આ પ્રમાણે છે કે, સિવિલ હોસ્પિટલના ઈ.એન.ટી વિભાગમાં બે દર્દીઓને સ્કેન માટે લઈ જવામાં આવ્યા ત્યારે
તેજાભાઈ ભોઈલા નામના દર્દી સમજી ધનવંતભાઈ મલેશિયાની સારવાર બાદ સ્કેન કરવામાં આવતા સિવિલ હોસ્પિટલમાં હોબાળો સર્જાયો હતો ત્યારે ભોગ બનેલા દર્દીઓના સગાઓએ
ડોક્ટરોને આડે હાથે લીધા હતા.
જોકે આ મામલે સિવિલ હોસ્પિટલના મુખ્ય અધિકારી પરેશ શીલાદરિયાને પૂછતા તેમને લુલો બચાવ કરતા જણાવ્યું હતું કે, બંને દર્દીની ફાઈલ અદલા
બદલી થઈ ગઈ હોવાના કારણે આ ઘટના બની છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદોમાં આવે છે તેમ છતાં ઉચ્ચકક્ષાએથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તો બીજી તરફ તાત્કાલિક સારવાર વિભાગમાં ડોક્ટરો પણ હાજર રહેતા નથી. જેના કારણે તાત્કાલિક સારવાર વિભાગમાં આવતા દર્દીઓ અને તેમના સગા-વાલાઓને ભારે મુશ્કેલીનો સામનો કરી પૈસા ખર્ચી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડતી હોય છે.
રિપોર્ટર;ઝાકીર હુસેન મેમણ હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.