રાજકોટમાં ૧૮ થી પ૯ વર્ષના નાગરીકોની કોરોના પ્રિકોશન ડોઝ લેવામાં ઉદાસીનતાઃ માત્ર ૨૩.૪% રસીકરણ - At This Time

રાજકોટમાં ૧૮ થી પ૯ વર્ષના નાગરીકોની કોરોના પ્રિકોશન ડોઝ લેવામાં ઉદાસીનતાઃ માત્ર ૨૩.૪% રસીકરણ


સરકાર દ્વારા ૧પ જૂલાઇથી ૧૮ થી પ૯ વર્ષના લોકોને કોરોના રસીનો બુસ્‍ટર ડોઝ દેવાની પરવાનગી આપવામાં આવી હતી. શહેરમાં આજ સુધીમાં ૨,૭૦,૧૪૫ નાગરીકો(૨૩.૪ ટકા)એ પ્રિકોશન ડોઝ લીધો છે. છેલ્લા અઢ્ઢી વર્ષથી હાહાકાર મચાવનાર કોરોનાના શહેરમાં શુન્‍ય કેસ થયા છે છતા પાડોશી દેશ અટલે કે ચીનમાં કોરોના કેસ વધતા સરકારે તંત્રને એલર્ટ રહેવા સુચના આપી છે.મનપા દ્વારા પણ ૧પ જુલાઇથી ૧૮ થી પ૯ વયના લોકોને કોરોનાનો બુસ્‍ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં આજ દિન સુધીમાં ૧૧,૫૩,૫૦૭ પૈકી ૨,૭૦,૧૪૫ નાગરીકોએ બુસ્‍ટર ડોઝ લીધો છે. હાલ પ્રિકોશન ડોઝ ખાનગી હોસ્‍પિટલમાંજ આપવામાં આવતો હોવાથી લોકો આ ડોઝ લેવામાં નિરાશતા દાખવતા હોવાનું આરોગ્‍ય વિભાગનાં સુત્રોએ જણાવ્‍યુ છે.
આ ઉપરાંત ૮૭.૮ ટકા ૧૨ વર્ષથી ૧૪ વર્ષના બાળકોએ બીજો ડોઝ, ૧૫ થી ૧૭ વર્ષના ૯૦.૨ ટકા સગીરોએ બીજો ડોઝ તથા ૧૮ વર્ષથી ઉપરના ૧૧૦.૭ ટકા નાગરીકોએ પ્રથમ ડોઝ તથા ૯૧.૩ ટકા લોકોએ બીજો ડોઝ લીધો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.