એસટી ડેપોમાં ધમાલ મુદ્ે બન્ને કર્મચારી સામે તપાસના આદેશ
રાજકોટના બસ પોર્ટમાં એસ.ટી.ના બે કર્મચારીઓ વચ્ચે ફોન રિસિવ ન કરવાના મુદ્દે મારામારી થઇ હતી. જેમાં બન્નેને ઇજા થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને પોલીસમાં એનસી પણ થઇ હતી. એસ.ટી. બસ પોર્ટમાં જીપીએસ વિભાગમાં નોકરી કરતા સંદીપસિંહ પરમાર અને એસટીના કર્મચારી રણજીતસિંહ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં સંદિપસિંહને માથામાં ઇજા થતા સિવિલમાં સારવાર માટે દાખલ થયા હતા. બીજી તરફ રણજીતસિંહ પણ દાખલ થયા હતા. આ ઘટનાના પગલે વિભાગીય નિયામક જે.બી કારોતરાએ ડેપોમેનેજરને તપાસ કરી રીપોર્ટ આપવા આદેશ કર્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.