બોટાદ જિલ્લામાં ૨૩થી ૨૫ જુન – ૨૦૨૪ દરમ્યાન પોલીયો રસીકરણ ઝુંબેશ દો બૂંદ ઝિંદગી કે
(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ )
બોટાદ જિલ્લામાં પોલીયો નાબૂદી માટે મહાઅભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની સુચના અંતર્ગત બોટાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એ. કે. સિંહના માર્ગદર્શન હેઠળ તા. ૨૩થી ૨૫ જુન - ૨૦૨૪ દરમ્યાન પોલીયો રસીકરણ ઝુંબેશથી બાળકોને પોલીસ વેક્સીનના ટીપા પીવડાવવામાં આવી રહ્યાં છે. જે અન્વયે બોટાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કનુભાઈ રાઠોડ દ્વારા જોટીંગડા ગામે પોલિયો બુથનો આરંભ કરાયો હતો. સાથે અન્ય અગ્રણી અને પ્રા.આ.કેન્દ્ર તુરખાના આયુષ મેડિકલ ઓફિસર ડો. રાધેશ ધ્રાંગધરિયા તેમજ MPHW ડી.જે.સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોનું રસીકરણ કરાયું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.