પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાનાં અધ્યક્ષ સ્થાને ભાદરાઈ માતાજીના મંદિર પટાગણમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો - At This Time

પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાનાં અધ્યક્ષ સ્થાને ભાદરાઈ માતાજીના મંદિર પટાગણમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો


ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓના સહાયના હુકમોનું વિતરણ અને ઉત્કષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓનું સન્માન કરાયું

ગોસા(ઘેડ)તા.૬:પોરબંદર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાનાં અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી કે. બી. ઠક્કરની ઉપસ્થિતિમાં ભાદરાઈ માતાજી મંદિર પટાગણમાં રાતીયા ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો.
આ તકે પોરબંદર ધારાસભ્યએ જણાવ્યું હતું. કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કૃષિ ટેકનોલોજી અને વૈજ્ઞાનિક સંશોધનોને ખેડૂત સુધી પહોંચે તે માટે સમગ્ર ગુજરાતમાં જિલ્લા તાલુકા અને રાજ્યમાં કૃષિ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી.સરકારની ખેડુલક્ષી નીતિના ખેતીવાડી ક્ષેત્રે ગુજરાતે કૃષિક્ષેત્રે દેશમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે અને ખેડૂતોનો વિકાસ થયો છે.
ધારાસભ્યએ જણાવ્યું કે, એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીથી ઉત્તમ નસલની ગાય ભેંસો તૈયાર કરીને પશુ દીઠ દૂધ ઉત્પાદન વધારીને પશુપાલકોને ખેડૂતોનો ફાયદો થાય તે માટે ટ્રાન્સફર ટેકનોલોજીનો લાભ જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને મળે તેનું આયોજન આગામી સમયમાં કરવામાં આવશે અને ઘેડ વિસ્તારના પાણી ભરાવાના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટેનો અભ્યાસ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે ત્યારબાદ ઘેડ વિકાસ યોજના પર કાર્ય કરવામાં આવશે.
વધુમાં તેમણે ખેડૂતોને ટેકનોલોજીનો ઉપયોગથી ખેતીને સાથે મધઉછેર,પશુપાલન સહિત ક્ષેત્રેમાંથી વધારાની આવક મેળવીને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના ૨૦૪૭ સુધીમા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા અનુરોધ કર્યો હતો
કૃષિ વૈજ્ઞાનિક એચ વી પરમારે કૃષિમાં ડ્રિપ ઇરીગેશનમાં સેન્સર સીસ્ટમ, રિન્યુઅલ એનર્જી સહિતની ટેકનોલોજીના ઉપયોગ વડે ઓછા માનવબળે સારી રીતે કાર્ય કઈ રીતના કરી શકાય તે અંગેની સમજ આપી હતી.અને કેવીકે ખાપટના વદરે ખેડૂતોને આડેધડ દવા અને રસાયણોનો ઉપયોગ ઓછો કરવા તેમજ મિત્ર કીટકો અને પર્યાવરણની જાણવણી થાય તે રીતે ખેતી કરવા ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.
ખેડૂતોએ વર્ચૂઅલી દાંતીવાડા ખાતેથી મુખ્યમંત્રીનું રવિ કૃષિ મહોત્સવનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું તેમજ ખેડૂતોને સ્ટેજ ઉપરથી મહાનુભાવોના હસ્તે ખેતીવાડી વિભાગ યોજનાઓના સહાયના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ઉત્કૃષ્ટ કામગીરી કરતા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
નાયબ બાગાયત નિયામક કલ્પનાબેન પંચાલે શાબ્દિક સ્વાગત અને જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.એ. ત્રિવેદીએ આભારવિધિ કરી હતી.અને મહનુભવોએ કૃષિ સંલગ્ન વિભાગના કૃષિ પ્રદર્શન સ્ટોલની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી કે. બી. ઠક્કર, તાલુકા પંચાયત પ્રમુખ લીરીબેન ખુંટી, કારોબારી ચેરમેન શ્રી આવડાભાઈ ઓડેદરા,કિસાન સમિતિના ચેરમેન ભીમાભાઇ ઓડેદરા, તાલુકા વિકાસ અધિકારી જયેશ ઠક્કર, રાતીયા ગામનાં સરપંચ જગુભાઈ રાતીયા, અગ્રણી સર્વશ્રી કાનાભાઈ મોરી સહિતનાં અગ્રણીઓ,ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં
રિપોર્ટર :-વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.