મુંબઈમાં ઓએનજીસીનું હેલીકોપ્ટર ક્રેશ થતાં મહેસાણાના ઓફિસરનું મોત
મહેસાણા,તા.29મુંબઈ હાઈ નજીક મંગળવારે ઓએનજીસીનાહેલીકોપ્ટરમાં યાંત્રિક
ખામી સર્જાતા અરબી સમુદ્રમાં ઈમરજન્સી લેન્ડીંગ કરવાની ફરજ પડી હતી.ત્યારે એકાએક આ
ચોપર ક્રેશ થઈ જતાં ઓએનજીસીના ત્રણ અધિકારી અને કેટરીંગ વિભાગના એક કર્મચારી સહિત
ચાર લોકોના મોત નીપજ્યાં હતા.મૃતકોમાં ઓએનજીસી અધિકારી તરીકે ફરજ બજાવતા મહેસાણાના
મુકેશ પટેલનો પણ સમાવેશ થાય છે.આ ઘટનાની જાણ થતાં તેમના પરિવારમાં શોકની લાગણી
ફેલાઈ જવા પામી હતી.ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમીટેડ દ્વારા પવન હંસ
સિકોર્સ્કી કેપનીનું એસ-૭૬ હેલીકોપ્ટર લીઝ પર લીધું હતું.આ હેલીકોપ્ટરનો ઉપયોગ
મુંબઈથી ઓએનજીસીના અધિકારીઓને મુંબઈ પશ્રિમમાં આવેલા અરબી સમુદ્રમાંના ઓઈલ રીંગ
સાગર કિરણ ખાતે લઈ જવા અને લાવવામાં ઉપયોગ કરવામાં આવતો હતો. દરમિયાન મંગળવારે
મોડી સાંજે આ હેલીકોપ્ટર બે પાઈલોટ ઓએનજીસીના ૬ અધિકારીઓ અને એક કેટરીંગ સ્ટાફ
સહિત ૯ લોકોને લઈને મુંબઈથી અરબી સમુદ્રમાં આવેલા સાગર કિરણ તરફ જવા રવાના થયું
હતું. તે વખતે એકાએક તેમાં ખામી સર્જાતા હેલીકોપ્ટરને બોમ્બે હાઈ નજીક ઈમરજન્સી
લેન્ડીંગ કરવાની ફરજ પડી હતી. પરંતુ જોતજોતામાં આ હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું
હતું.જેમાં ઓએનજીસીના ત્રણ અધિકારીઓ અને કેટરીંગ સ્ટાફ સહિત ચાર વ્યકિત મોતને
ભેંટયા હતા.જેમાં મહેસાણાના ઓએનજીસી અધિકારી મુકેશ કે.પટેલનો પણ સમાવેશ થાય છે.આ
ઉપરાંત બે પાઈલોટ અને ઓએનજીસીના અન્ય ત્રણ અધિકારીઓ ઘાયલ થતાં રાહત બચાવની
કામમગીરી બાદ તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાની જાણ મહેસાણામાં મૃતક
મુકેશ પટેલના પરિવાર અને સગાઓને થતાં શોકની લહેર ફેલાઈ જવા પામી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.