મહેબૂબાએ કહ્યું- હિટલર બાદ નેતન્યાહુ સૌથી મોટા આતંકવાદી:નસરાલ્લાહને શહીદ કહ્યા હતા; જ્યારે વિરોધ થયો ત્યારે કહ્યું- ભાજપ તેમના સંઘર્ષને જાણતુ નથી
PDP અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ સોમવારે કહ્યું હતું કે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ એડોલ્ફ હિટલર બાદ સૌથી મોટા આતંકવાદી છે કારણ કે યહૂદી નેતાએ પેલેસ્ટાઇન અને લેબનનને ગેસ ચેમ્બરમાં ફેરવી દીધું છે. મહેબૂબાએ કહ્યું- ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે નેતન્યાહુ વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. લેબનન પર હુમલાથી સાબિત થઈ ગયું છે કે તેઓ ગુનેગાર છે. પેલેસ્ટાઈન બાદ હવે તેઓ લેબનનમાં પણ હજારો લોકોની હત્યા કરી રહ્યા છે. આ પહેલા મહેબૂબાએ ઇઝરાયલના હવાઈ હુમલામાં હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહની હત્યાની નિંદા કરી હતી. અને લેબનન-પેલેસ્ટાઈનના સમર્થનમાં એક દિવસ માટે પોતાનો ચૂંટણી પ્રચાર રદ કરી દીધો હતો. મહેબૂબાએ ઇઝરાયલ વિશે બે મોટી વાતો કહી... જમ્મુ-કાશ્મીરના બડગામમાં નસરાલ્લાહના સમર્થનમાં રેલી યોજાઈ
28 સપ્ટેમ્બરે X પરની પોતાની પોસ્ટમાં, મહેબૂબાએ કહ્યું હતું કે તે લેબનન અને ગાઝાના શહીદો, ખાસ કરીને હસન નસરાલ્લાહના સમર્થનમાં રવિવારના ચૂંટણી અભિયાનને રદ કર્યું હતું. તેમણે કહ્યું કે ભારે દુ:ખ અને વિદ્રોહની આ ઘડીમાં અમે પેલેસ્ટાઈન અને લેબેનનના લોકો સાથે ઉભા છીએ. બીજી તરફ જમ્મુ-કાશ્મીરના બડગામમાં પણ લોકોએ નસરાલ્લાહના સમર્થનમાં રેલી કાઢી હતી. 27 સપ્ટેમ્બરે રાત્રે 9:30 વાગ્યે ઇઝરાયલે લેબનનની રાજધાની બેરૂતમાં હવાઈ હુમલો કર્યો હતો, જેમાં નસરાલ્લાહ માર્યો ગયો. ઇઝરાયલની સેનાએ હિઝબુલ્લાના હેડક્વાર્ટર પર 80 ટન બોમ્બ વરસાવ્યા હતા. આ સમાચાર પણ વાંચો... લખનૌમાં નસરાલ્લાહના મોત પર શિયાઓ રસ્તા પર ઉતર્યા, 10 હજાર લોકોએ અડધી રાત્રે રેલી યોજી, 3 દિવસ સુધી શોક મનાવશે લખનૌમાં, હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના મૃત્યુ પર શિયા સમુદાયના 10,000 લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. મોડીરાતે 1 કિલોમીટર સુધી કેન્ડલ માર્ચ યોજી હતી. મહિલાઓ અને બાળકો પણ હાથમાં મીણબત્તીઓ લઈને એકસાથે ચાલ્યા હતા. દેખાવકારોએ તેમના ઘરો પર કાળા ઝંડા લગાવ્યા હતા. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના પોસ્ટરો સળગાવ્યા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે નસરાલ્લાહના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. શિયા સમુદાયે 3 દિવસનો શોક મનાવવાની જાહેરાત કરી છે. આ દરમિયાન બડા ઇમામબારાથી છોટા ઇમામબારા સુધીની દુકાનો બંધ રાખવામાં આવશે. સુલ્તાનપુરમાં પણ શિયા સમુદાયે 'હસન નસરાલ્લાહ ઝિંદાબાદ' અને 'આગ લગા દો- અમેરિકા કો' જેવા નારા લગાવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.