મહારાષ્ટ્ર બાદ ગોવામાં પણ ભાજપે ખેલ પાડ્યો?, કોંગ્રેસના 9 ધારાસભ્યો ભાજપમાં જોડાશે તેવી અટકળો
નવી દિલ્હી, તા. 10 જુલાઈ 2022મહારાષ્ટ્ર બાદ ગોવામાં પણ ભાજપે ખેલ પાડી દીધો હોવાનુ રાજકીય મોરચે ચર્ચાઈ રહ્યુ છે.એવુ કહેવાય છે કે, કોંગ્રેસના નવ ધારાસભ્યો બહુ જલ્દી ભાજપમાં સામેલ થશે. જોકે કોંગ્રેસે આ પ્રકારના ભંગાણનો સાફ ઈનકાર કરી દીધો છે.ઉલ્લેખનીય છે કે, ગોવામાં કોંગ્રેસના 11 ધારાસભ્યો ચૂંટાયેલા છે. જો 9 ધારાસભ્યો કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખે તો તેની પાસે માત્ર બે ધારાસબ્યો રહેશે.કોંગ્રેસના નેતાઓ જોકે આ વાતનો ઈનકાર કરી રહ્યા છે. તેમનુ કહેવુ છે કે, પણજીની એક હોટલમાં 11 ધારાસભ્યો સાથે શનિવારે જે બેઠક યોજાઈ હતી તેને ઉપરોક્ત અટકળો સાથે કોઈ લેવા દેવા નથી.કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત પાટકરે કહ્યુ હતુ કે, અમારા 8 ધારાસભ્યો પહેલી વખત ચૂંટાયા હોવાથી ફ્લોર મેનેજમેન્ટને લઈને તેમની સાથે બેઠક યોજવામાં આવી હતી. સોમવારથી શરુ થનારા વિધાનસભા સેશનમાં તમને તેની અસર દેખાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.