વોટર ID-આધાર લિંક કરવાની આવશ્યકતા મામલે 18 માર્ચે બેઠક:બોગસ વોટિંગ અટકાવવા માટે જરૂરી; હાલમાં, 64 કરોડ મતદારોના મતદાર ID લિંક થયેલ છે - At This Time

વોટર ID-આધાર લિંક કરવાની આવશ્યકતા મામલે 18 માર્ચે બેઠક:બોગસ વોટિંગ અટકાવવા માટે જરૂરી; હાલમાં, 64 કરોડ મતદારોના મતદાર ID લિંક થયેલ છે


વોટર ID ડેટામાં ગેરરીતિના આરોપોને કારણે, ચૂંટણી પંચે 18 માર્ચે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. મતદાર IDને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવવા પર ચર્ચા થઈ શકે છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, UIDAIના CEO અને વિધાનસભા સચિવ હાજરી આપશે. હાલમાં મતદાર ID અને આધારને લિંક કરવું વૈકલ્પિક છે. સરકારે સંસદમાં સ્પષ્ટતા કરી છે કે જો કોઈ મતદાર પોતાના મતદાર કાર્ડને આધાર સાથે લિંક નહીં કરે તો પણ તેનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવશે નહીં. 64 કરોડ મતદારો ઉમેરાયા, 97 કરોડનો ટારગેટ ડિસેમ્બર 2021માં, લોકસભાએ ચૂંટણી કાયદા (સુધારા) બિલ પસાર કર્યું, જેમાં મતદાર IDને આધાર સાથે લિંક કરવાની ભલામણ કરવામાં આવી હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 64 કરોડ મતદારોએ તેમના મતદાર ઓળખ કાર્ડને આધાર સાથે લિંક કર્યા છે, જ્યારે દેશમાં કુલ 97 કરોડ મતદારો છે. બોગસ મતદાન અને ડુપ્લિકેશન ટાળવા માટે નિર્ણય શક્ય છે જોકે, ઘણા એક્સપર્ટ્સ અને રાજકીય પક્ષોએ આધાર લિંકિંગ અંગે ગોપનીયતા સંબંધિત ચિંતાઓ વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે આધાર જેવી સંવેદનશીલ માહિતીને વોટર આઈડી સાથે લિંક કરવાથી ડેટા લીક થવાનું જોખમ વધી શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image