ગુડા અને જીએમસી વિસ્તારનું પાણી ઠાલવતાં વર્ષો જૂની લાઈન ઓવર ફ્લો
પાટનગર યોજના વિભાગ દ્વારા 2 દશક અગાઉ ગાંધીનગરથી અડાલજ થઈને જાસપુર સુધી નેચરલ ગ્રેવિટી ફોર્સના આધારે ડ્રેનેજ લાઈન નાખવામાં આવેલી છે. પરંતુ સમયાંતરે ગુડા અને જીએમસીની હદમાં આવતી ટીપી વિસ્તારોના પાણીના નિકાલ માટે પાટનગર યોજના વિભાગ દ્વારા બનાવવામાં આવેલી ડ્રેનેજ લાઈનનો ઉપયોગ કરવામાં આવતાં. ક્ષમતા કરતાં વધુ પાણીના નિકાલ થતો હોવાથી છેલ્લા કેટલાક વર્ષોથી અડાલજ બ્રિજની પાસે મહારાજા હોટલની આસપાસના વિસ્તારોમાં ગટરના ગંદા પાણી ઉભરાવવાના પ્રશ્નો જોવા મળી રહ્યા છે. જે તંત્ર માટે પડકારરૂપ સમસ્યા બની ગઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.