મણિપુરમાં પહેલીવાર મીડિયમ મશીનગનનો ઉપયોગ થશે:ડ્રોન હુમલા રોકવામાં આવશે; 3 દિવસમાં બે હુમલા; 2નાં મોત, 11 ઘાયલ
કેન્દ્ર સરકારે પ્રથમ વખત મણિપુરમાં એન્ટી ડ્રોન મીડિયમ મશીન ગનના ઉપયોગને મંજૂરી આપી છે. 1-3 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યમાં બે ડ્રોન હુમલા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આતંકવાદીઓએ 3 સપ્ટેમ્બરની સાંજે મણિપુરના ઇમ્ફાલ જિલ્લાના સેજમ ચિરાંગ ગામમાં ડ્રોન હુમલો કર્યો હતો. જેમાં એક મહિલા સહિત 3 લોકો ઘાયલ થયા હતા. 1 સપ્ટેમ્બરના રોજ સેજમ ચિરાંગ ગામમાં પણ ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બેના મોત અને 9 ઘાયલ થયા હતા. એવી આશંકા છે કે કુકી આતંકવાદીઓને ડ્રોન યુદ્ધ માટે મ્યાનમાર પાસેથી તકનીકી સહાય અને તાલીમ મળી રહી છે અથવા તેઓ તેમાં સીધા સામેલ છે. મણિપુર સરકારે આ ડ્રોન હુમલાઓની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. પોલીસ ડીજીએ કહ્યું- કેન્દ્ર તરફથી સુરક્ષા દળોની 198 કંપનીઓ પહાડી વિસ્તારોમાં હાજર
પોલીસ મહાનિર્દેશક રાજીવ સિંહે કહ્યું હતું કે આ ડ્રોન હુમલો એક નવી ઘટના છે. અમે આને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. અમે NSGના ડાયરેક્ટર જનરલ અને તેમની ટીમ સાથે દિલ્હીમાં વાત કરી છે. અન્ય ઘણા નિષ્ણાતો પણ આવી રહ્યા છે અને અમે તપાસ કરવા અને ડ્રોન હુમલા રોકવા માટે એક સમિતિ પણ બનાવી છે. આને રોકવા માટે અમારી પાસે કેટલાક પગલાં છે, જેનો અમે અમલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ સિવાય પહાડી વિસ્તારોમાં જ્યાં હુમલા થયા છે ત્યાં અમારી કામગીરી ચાલુ છે. અમને આ મામલે કેન્દ્ર તરફથી પણ સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે. કેન્દ્રીય દળોની લગભગ 198 કંપનીઓ અહીં હાજર છે. આ સમાચાર પણ વાંચો... 'હું રાજીનામું નહીં આપું, મેં કૌભાંડ નથી કર્યું':મણિપુરના CM બોલ્યા- મોદીનું આવવું જરૂરી ન હતું; PM સંસદમાં હિંસા પર બે વાર બોલ્યા જ છે મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે આગામી છ મહિનામાં રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવાનો દાવો કર્યો છે. CM પદેથી રાજીનામું આપવાની શક્યતા અંગે તેમણે કહ્યું કે, આનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. મારે શા માટે રાજીનામું આપવું જોઈએ? શું મેં કંઈ ચોરી કરી છે? શું કોઈ કૌભાંડ આચરવામાં આવ્યું છે? સંપૂર્ણ સમાચાર વાંચો...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.