હાઇપરટેન્શન, શરદી, ચેપ, એસિડિટી, આંખની બિમારી વપરાતી દવા સસ્તી થઇ - At This Time

હાઇપરટેન્શન, શરદી, ચેપ, એસિડિટી, આંખની બિમારી વપરાતી દવા સસ્તી થઇ


- NPPAએ 45 દવાઓની રિટેલ પ્રાઇસ નક્કી કરી- ભારતીય બજારમાં ફિક્સ્ડ ડોઝ ડ્રગ કોમ્બિનેશનના વેચાણ અને વપરાશમાં અતિશય વધારો ચિંતાજનકનવી દિલ્હી : નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ ૪૫ જેટલી ફોર્મ્યુલેશન ડ્રગ્સની રિટેલ પ્રાઇસ નક્કી કરી છે, જેનો ઉપયોગ હાઇપરટેન્શન, સામાન્ય શરદી, ચેપ, એસિડિટી અને આંખની બિમારીની સારવારમાં થાય છે.ઉપરાંત હાઇ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસેરાઇડ લેવલની સારવારમાં ઉપયોગી કેટલીક દવાઓની પણ ભાવ મર્યાદા નક્કી કરવામાં આવી છે.જેમ કે, પેરાસિટામોલ, ફેનિલેફ્રાઇન હાઇડ્રોક્લોરાઇડ, કેફીન અને ડીફેનહાઇડ્રેમાઇન હાઇડ્રોક્લોરાઇડ ટેબ્લેટના કોમ્બિનેશન ડ્રગ્સની રિટેલ પ્રાઇસ રૂ. ૩.૭૩ નક્કી કરવામાં આવી છે. આ કોમ્બિનેશનનો ઉપયોગ એલર્જી અને સામાન્ય શરદીની સારવારમાં થાય છે.અન્ય કોમ્બિનેશન એમોક્સિસિલિન અને પોટેશિયમ ક્લાવુલનેટ ઓરલ સસ્પેન્શન (એન્ટિબાયોટિક તરીકે વપરાય છે)ની રિટેલ પ્રાઇસ રૂ. ૧૬૮.૪૩ નક્કી કરવામાં આવી છે. તેવી જ રીતે, ડાયાબિટીસની સારવારમાં વપરાતી સિટાગ્લિપ્ટિન અને મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડ (સસ્ટેન્ડ રીલિઝ) ટેબ્લેટ સહિતની ફોર્મ્યુલેશન ડ્રગ્સ રૂ. ૧૮.૬૭થી ઉંચી કિંમતે વેચી શકાશે નહીં.NPPA દ્વારા ૨૪ ઓગસ્ટે જારી કરાયેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર (૨૦૧૩) હેઠળ દવાઓની કિંમતો નક્કી કરવામાં આવી છે. એવી પણ સ્પષ્ટતા કરી હતી કે, ઉત્પાદકો પ્રોડક્ટ્સ પર ત્યારે જ જીએસટી ઉમેરી શકે છે જો તેમણે ખરેખર તેની ચૂકવણી કરી હોય.ભારતીય બજારમાં ફિક્સ્ડ ડોઝ ડ્રગ કોમ્બિનેશન (એફડીસી), અથવા ફાર્મા પ્રોડક્ટ કે જેમાં ચોક્કસ અસર માટે એક કરતા વધુ એક્ટિવ ઇનગ્રેડિયન્ટ્સ ધરાવતી દવાઓનો ઉપયોગ થાય છે, તેનું વેચાણ અને ઉપયોગ ચિંતાજનક દરે વધી રહ્યુ છે તેવા અહેવાલો વચ્ચે આ અહેવાલ આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.