મેડીકલ સાયન્સ અનિશ્ચિત છે, સર્જરી કે સારવારમાં ચોક્કસ પરિણામ શક્ય નથી ઃ કોર્ટ
સુરતમોતિયાના ઓપરેશન બાદ જમણી આંખનો લેન્સ ડીસલોકેટ થતા તબીબી બેદરકારી બદલ વળતર માટે ગ્રાહક કોર્ટમાં થયેલી ફરિયાદ રદ કરાઇમેડીકલ
સાયન્સમાં ઘણી અનિશ્ચિતતા અને ગ્રે એરીયા રહેલા છે.તમામ સારવાર કે ઓપરેશનમાં
ચોક્કસ નિર્ધારિત પરિણામ આવે તેવું શક્ય ન હોવાનો નિર્દેશ આપી સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ
પી.પી.મેખીયા તથા સભ્યો પુર્વીબેન જોશી,ડૉ.તિર્થેશ મહેતાએ ફરિયાદી વીમાદારની આંખના મોતિયાના ઓપરેશનમાં
તબીબી બેદરકારી દાખવવા બદલ વ્યાજ સહિત વળતર વસુલ માંગને નકારી કાઢી છે.ઝાંપાબજાર
હાથીફળીયા ખાતે રહેતા 68 વર્ષીય ફરિયાદી ભગવાનદાસ શંકરલાલ ચાપડીયાને જુલાઈ-2016 માં
જમણી આંખમાં ઝાંખુ દેખાતા ખાનગી આંખની હોસ્પિટલના ડૉ.શૈલેશ અગ્રવાલ પાસે મોતિયાના
નિદાન સારવાર કરાવ્યા હતા. ફરિયાદીને મોતિયાની સર્જરી કરીને તે જ દિવસે રજા
આપવામાં આવી હતી.પરંતુ ઓપરેશન બાદ પણ ફરિયાદીની આંખની દ્વષ્ટિમાં સુધારો થવાના
બદલે વધુ સમસ્યા થતાં અન્ય તબીબ પાસે બીજીવાર ઓપરેશન કરાવવું પડયું હતુ.જેથી
ફરિયાદીએ મોતિયાની સર્જરીમાં બેદરકારી દાખવવા બદલ ડૉ.શૈલેશ અગ્રવાલ વિરુધ્ધ વ્યાજ
સહિત વળતર વસુલ અપાવવા ગ્રાહક કોર્ટમાં ધા નાખી હતી.જેના વિરોધમાં સુહેલ દેસાઈ તથા
મેડીકો લીગલ એક્ષપર્ટ ડૉ.વિનેશ શાહે જણાવ્યું હતું કે ફરિયાદીની જમણી આંખની દ્વષ્ટિક્ષમતા ઓપરેશન પહેલાં અત્યંત નબળી
હતી.જે ઓપરેશન બાદ વારંવાર ચેકઅપ દરમિયાન દ્વષ્ટિક્ષમતા સુધરી છે.ફરિયાદીની જમણી
આંખમાં બેસાડેલા લેન્સ ડીસ લોકેટ થવાથી ફરી ઓપરેશન કરી નવો લેન્સ બેસાડવાની જરૃર
હોવાની તબીબ સલાહ આપવામાં આવી હતી.જેથી વીમાદારે તબીબી બેદરકારી સાબિત કરવામાં
નિષ્ફળ જતાં ગ્રાહક કોર્ટે ફરિયાદીની ફરિયાદ રદ કરતો હુકમ કર્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.