“ઉના નાં ગ્રામ્ય પંથક માં વન્ય પ્રાણી દીપડા નો તરખાટ.”(જીતેન્દ્ર ઠાકર એટ ધીસ ટાઈમ ઉના)
ઉનાના ગરાળ અને એલમપુર ગામે ખુંખાર દીપડા એ બે મહિલાઓ પર હુમલો કરી ઇજાઓ પહોંચાડી.
બન્ને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવી.
ઉનાના ગરાળ ગામે
ભાણીબેન ઝીણાભાઈ ભાલીયા ઉ. વ. 70 પોતાના ઘરે સુતા હતા. ત્યારે અચાનક ખુંખાર દીપડા એ વૃદ્ધા પર
હુમલો કરી દીધો હતો. ઇજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. તેમજ એલમપુર ગામની મહીલા વહેલી સવારે પોતાના ઘરે થી વાડીએ જઈ રહ્યા હતા તે દરમ્યાન માંગડાધાર વિસ્તાર પાસે પહોંચતા અચાનક સિંહે મીણાબેન હમીરભાઈ સોલંકી ઉં. વ.55 પર હૂમલો કરતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.આ અંગે વન વિભાગે જાણ કરતા વન વિભાગ સ્ટાફ પણ હોસ્પિટલે દોડી ગયેલ છે.
9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.