નિમુબેન બાંભણિયાના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ખાતે દિવ્યાંગ એસેસ્મેન્ટ કેમ્પ યોજાયો
(અસરફ જાંગડ દ્વારા)
ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ મંત્રાલયના ભારત સરકારના રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લાના ચારેય તાલુકામાં દિવ્યાંગ એસેસ્મેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દિવ્યાંગજનોની મદદે સરકાર નિરંતર કાર્યરત છે. ત્યારે બોટાદ જિલ્લા વહીવટીતંત્ર, ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ-ઉજ્જૈન(એલીમ્કો)ના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજનો માટે શારીરિક પડકારોમાં મદદરૂપ બનતા સાધનો નિ:શૂલ્ક મેળવવા માટેનો એસેસ્મેન્ટ કેમ્પ બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ખાતે યોજાયો હતો,આ કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગજનો એ ઉપસ્થિત રહી વિનામૂલ્યે લાભ લીધો હતો. એસેસ્મેન્ટ દરમિયાન એલીમકોના નિષ્ણાત તજજ્ઞોના અભિપ્રાય મુજબ લાયક ઠરેલા લાભાર્થીઓને તેમની દિવ્યાંગતા અનુરૂપ નિયત કરેલ સાધનો આગામી સમયમાં નિ:શુલ્ક આપવામાં આવશે. ચકાસણી કેમ્પમાં સમાજ સુરક્ષા વિભાગની કામગીરી અંગે દિવ્યાંગજનોએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.