ગંભીર ગુન્હાના આરોપીને હરિદ્રાર (ઉત્તરાખંડ) ખાતેથી ઝડપી લેતી વેરાવળ સિટી પોલીસ.
ખૂનના બનાવની ટુંક હકીકતઃ- ગઇ તા.૨૩/૧૨/૨૦૨૨ ના રોજ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ગુ.ર.ન.૧૧૧૮૬૦૦૯૨૨૦૭૬૭/૨૦૨૨ આઇ.પી.સી.કલમ-૩૦૨ તથા આર્મ્સ એકટ-૨૫(૧-બી) એ,૨૭ અને જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો ગુન્હો રજી. થયેલ. આ ગુન્હાના ફરીયાદી શ્રી નારણભાઇ સરમણભાઇ કટારીયા રબારી ઉં.વ.૪૬, ધંધો ખેતીકામ રહે વેરાવળ જુનાગઢ બાયપાસ શિવજી નગર, હોટલ પાર્કની બાજુમાં વાળાએ જાહેર કરેલ કે આ કામના આરોપીને પોતાની તથા મરણ જનાર સાથે જુનુ મનદુ:ખ ચાલતું હોય જેના કારણે આજથી દોઢેક મહીના પહેલા આરોપીએ પોતાના મરણ જનાર ભાઇ સામે બનાવ વાળા સ્થળે મોટર સાઇકલ રેસ કરી કતરાઇને જોતો હોય અને ઉપરોકત મનદુખ ચાલતું હોય જે મનદુ:ખના કારણે આરોપીએ પીસ્તોલ હથીયાર વડે પોતાના મરણ જનાર ભાઇ નિતેશ ઉર્ફે ભુવાઆતા સરમણભાઇ કટારીયા ઉ.વ.૪૪ વાળાને માથામાં લમણા ઉપર ગોળી મારી ખુન કરેલ હોવાની હકીકત જણાવેલ જે અંગે આરોપી- રમેશ ઉર્ફે ગોવાળીયો અરજણભાઇ ચાવડા રહે વેરાવળ નવા રબારીવાડા વાળા વિરૂધ્ધમાં ઉપરોકત નંબરથી આઇ.પી.સી.કલમ-૩૦૨ તથા આર્મ્સ એકટ -૨૫(૧-બી) એ,૨૭ અને જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબનો ગુન્હો રજી કરવામાં આવેલ છે.
ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ જુનાગઢ રેન્જ આઇ.જી.પી. શ્રી મયંકસિંહ ચાવડા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી.આર.ખેંગાર સાહેબ નાઓએ આ ગુન્હાના આરોપીને પકડી પાડવા સખત સુચના આપેલ હતી જે અન્વયે
ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબનાઓએ એલ.સી.બી. તથા એસ.ઓ.જી.ના સ્ટાફને આરોપી અંગે તપાસમાં રહેવા જરૂરી સુચના આપેલ તેમજ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના *પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એમ.ઇશરાણી* નાઓએ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ બનાવ સ્થળની વીઝીટ કરી બનાવ આસપાસ રહેતા સ્થાનિક લોકોની પુછપરછ કરી બનાવ તથા આરોપી અંગે ઝીણવટ ભરી માહીતી મેળવી લઇ આરોપીને પકડી પાડવા સારૂ જરૂરી નાકાબંધી કરાવેલ તેમજ સર્વેલન્સ પો. સબ ઇન્સ. એ.સી.સિંધવનાઓની સાથે જરૂરી સ્ટાફના માણસો ફાળવી અલગ અલગ ટીમો બનાવી ઇણાજ નેત્રમ ખાતેના સીસીટીવી ફુટેજ તથા ટેકનીકલ સર્વેલન્સ દ્રારા આરોપીને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરેલ અને હ્યુમન સર્વેલન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ દ્રારા આરોપી અંગે જરૂરી માહીતી મેળવતા સદરહુ ગુનાનો આરોપી- રમેશ ઉર્ફે ગોવાળીયો અરજણભાઇ ચાવડા રહે વેરાવળ નવા રબારીવાડાવાળો હરીદ્રાર (ઉત્તરાખંડ) ખાતે હોવાનું જાણવા મળતા સદરહુ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ *પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એમ.ઇશરાણી* નાઓએ તુરત જ *પો. સબ ઇન્સ. એ.સી.સિંધવ* નાઓની સાથે જરૂરી સ્ટાફના માણસો ફાળવી હરીદ્રાર (ઉતરાખંડ) ખાતે મોકલી આપતા મજકુર આરોપીને સ્થાનિક પોલીસની મદદ લઇ હરીદ્રાર (ઉત્તરાખંડ) ખાતેથી ઝડપી પાડી આજરોજ વેરાવળ ખાતે લઇ આવી ગુન્હાના કામે અટક કરવા તજવીજ હાથ ધરેલ છે.
બનાવનું કારણઃ- આ કામે આરોપીની પ્રાથમિક પુછપરછ દરમ્યાન બનાવનું કારણ જણાય આવેલ છે કે, આ કામના આરોપીને ફરીયાદી તથા મરણ જનાર સાથે જુનુ મનદુ:ખ ચાલતું હોય જેના કારણે આજથી દોઢેક મહીના પહેલા આરોપીએ ફરીયાદીના મરણ જનાર ભાઇ નિતેશ કટારીયા સામે બનાવ વાળા સ્થળે મોટર સાઇકલ રેસ કરી કતરાઇને જોતો હોય અને ઉપરોકત મનદુખ ચાલતું હોય જે મનદુ:ખના કારણે આરોપીએ પીસ્તોલ હથીયાર વડે ફરીયાદીના મરણ જનાર ભાઇ નિતેશ ઉર્ફે ભુવાઆતા સરમણભાઇ કટારીયા ઉ.વ.૪૪ વાળાને માથામાં લમણા ઉપર ગોળી મારી મોત નીપજાવેલ છે.
હથિયારની વિગત
માહે ૯/૨૦૨૨ માં આરોપી રમેશ પોતાની બોલેરો પીકઅપ વાહન લઇ ઉતરપ્રદેશ ગયેલ ત્યાં ઝાંસી કાનપુર રોડ ઇટાવા નજીકથી એક પંજાબી ઢાબા ઉપર કામ કરતા કોઇ અજાણ્યા ઇસમ પાસેથી રૂપિયા ૫૦ હજારમાં પિસ્તોલ તથા પાંચ રાઉન્ડ ખરીદ કરેલ જે પાંચ રાઉન્ડ આરોપી રમેશ પાસે હતા જે પૈકી
(૧)એક રાઉન્ડ હથિયાર ખરીદ કરેલ ત્યાં જ ટ્રાય કરી ફાયર કરેલ.
(૨)આરોપીએ બે મહીના પહેલા વેરાવળ આવી ડાભોર પાટીયાથી ચમોડા રોડ ઉપર ટ્રાય કરવા સારૂ હવામાં રાત્રીના સમયે ફાયર કરેલ હતી
(૩)આ બનાવ બનેલ તેના ચાર પાંચ દિવસ પહેલા આરોપીએ ભાડાના મકાનમાં કબાટમાં એક રાઉન્ડ ફાયર કરી હથિયારની ટ્રાયલ કરેલ હતી
(૪)એક રાઉન્ડ આરોપીએ ભાડાના મકાનમાં રાખેલ હતો જે તપાસના કામે કબ્જે કરવામાં આવેલ છે.
(૫)એક રાઉન્ડ આરોપીએ પિસ્તોલમાં નાખી નિતેશ કટારીયાનું ખુન કરવામાં ઉપયોગ કરેલ છે.
કામગીરી કરનાર ટીમઃ-* વેરાવળ સીટી પો.સ્ટે.ના PI શ્રી એસ.એમ.ઇશરાણી તથા PSI શ્રી એ.સી.સિંધવ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો તથા LCB PI શ્રી એ.એસ.ચાવડા તથા LCB સ્ટાફ તથા SOG PI શ્રી એ.બી. જાડેજા તથા SOG સ્ટાફ ના માણસો આ કામગીરીમાં જોડાયેલ હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.