એન્કરવાલા અહિંસા ધામ’, દ્વારા બે દિવસીય અહિંસા યજ્ઞનું આયોજન સંતો, મહંતો સહિત મહાનુભાવો આપશે હાજરી - At This Time

એન્કરવાલા અહિંસા ધામ’, દ્વારા બે દિવસીય અહિંસા યજ્ઞનું આયોજન સંતો, મહંતો સહિત મહાનુભાવો આપશે હાજરી


એન્કરવાલા અહિંસા ધામ’, દ્વારા બે દિવસીય અહિંસા યજ્ઞનું આયોજન

સંતો, મહંતો સહિત મહાનુભાવો આપશે હાજરી

 

વર્ષ 1990માં જાદવજી રવજી ગંગરની પ્રેરણાથી શરુ થયેલા ‘એન્કરવાલા અહિંસા ધામ’માં હાલમાં 2900 પશુ, પક્ષીઓને આશ્રય લઇ રહ્યા છે. આ સંસ્થાએ સમગ્ર વિશ્વમાં ‘ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર’ તરીકેની ખ્યાતિ મેળવી છે. આ સંસ્થા વિશાળ જગ્યામાં ફેલાયેલી છે. સંસ્થામાં મુખ્ય બે કૅમ્પસ રહેલા છે, અહિંસાધામ વેટરનરી હોસ્પિટલ (સંકુલ) અને અહિંસા ધામ નંદી સરોવર. અહિંસાધામ નંદી સરોવર એ પશુ, પક્ષીની રોજીંદી પાણીની જરૂરિયાતને સંતોષવા માટે બનાવવામાં આવેલું માનવસર્જિત સરોવર છે. આ સંસ્થાનાં સંકુલમાં મ્યુઝીયમ, મિનિ થિએટર, ઓડિટોરિયમ, ગોપાલ સ્મૃતિ મંદિર, ICU યુનિટ, દાજેલા પશુઓ માટે બર્ન વિભાગ, બાલવાટિકા, સાધુ સાધ્વી માટે ઉપાશ્રય, અંધ પશુઓ માટે આશ્રય જેવા વિભાગો આવેલા છે. અહિંસા ધામ સંસ્થાને વર્ષ 2008માં ગુજરાત રાજ્યનાં એ સમયનાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ‘મહાવીર જીવદયા ઍવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો તેમજ વર્ષ 2011માં શ્રીમતી સ્મૃતિ ઈરાનીનાં હસ્તે ‘સ્વર્ણિમ ગુજરાત એવોર્ડ’ પણ એનાયત કરવામાં આવ્યો હતો. સંસ્થામાં 100 એકરમાં પશુઓ માટે વિવિધ ઘાસચારો ઉગાડવામાં આવ્યો છે, સંસ્થામાં 5 લાખ વૃક્ષોનું નંદનવન બનાવવામાં આવી રહ્યું છે. સંસ્થા પરિસરમાં જોવાલાયક અષ્ટકોણ હવાડા, 21 લીટર પાણીનો ટાંકો, પશુઓની ખાસ સારવાર માટે ICU વોર્ડ, 35 એકરમાં ફેલાયેલું નદી સરોવર છે.
‘એન્કરવાલા અહિંસાધામ’ દ્વારા બે દિવસીય અહિંસા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે પશુ, પક્ષી, પર્યાવરણ તથા જળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનાં પ્રમુખ મહારાષ્ટ્ર ગૌસેવા આયોગનાં અધ્યક્ષ શેખરજી મુંદડા છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખિયા ‘જળ સંરક્ષણ’ વિષય પર વક્તવ્ય આપશે. કાર્યક્રમમાં ભુજથી સ્વામિનારાયણ મંદિરનાં સંતો, આર્ષ અધ્યયન કેન્દ્રનાં આચાર્ય સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી, ગુજરાત પ્રદેશ ભાજપ સંયોજક અને જૈન સમાજ માધાપરનાં પ્રમુખ હિતેશભાઈ ખંડોર, જીતો(jito) વેલેપાર્લાનાં સી.એ મહેન્દ્રભાઈ મહેતા, જીતો(jito) નાં ટ્રસ્ટી જીજ્ઞેશભાઈ દોશી, ધર્મપ્રેમી કલ્પેશભાઈ શાહ, કચ્છી જૈન ફાઉન્ડેશનનાં ગિરીશભાઇ ભેદા, મહારાષ્ટ્ર ગૌશાળા મહાસંઘ, અમરાવતીનાં કમિટી મેમ્બર ડૉ. સુનિલ સૂર્યવંશી, પ્રતિક ફોરેકસનાં જયંતીભાઈ પારેખ અતિથી વિશેષ તરીકે હાજરી આપશે. કાર્યક્રમમાં એકતા નિરાધાર સંઘ, નવી મુંબઈનાં સાગર રેડ્ડી વક્તાની ભૂમિકા ભજવશે.બીજા દિવસે જીવદયા, પર્યાવરણ સંમેલનનું આયોજન થયું છે જે કાર્યક્રમનાં પ્રમુખ કચ્છી જૈન ફાઉન્ડેશનનાં દીપકભાઈ ભેદા છે. યોગા થેરાપીસ્ટ ચંદ્રહાસ કૃષ્ણપ્પા અમીન વક્તાની ભૂમિકા ભજવશે. કચ્છી જૈન ફાઉન્ડેશનનાં અનિલભાઈ ગાલા, જયંતિભાઈ સાવલા, દીપેશભાઈ વોરા અતિથી વિશેષ તરીકે હાજરી આપશે. કાર્યક્રમમાં ગૌ આધારિત ખેતી માટે ચિપલુન, મહારાષ્ટ્રનાં સુશ્રી નંદા શ્રીધર બિરજે,પુનાથી ભિક્ષુકોનાં ડોક્ટર અભિજિત સોનાવણે, મુંબઈથી યોગા થેરાપીસ્ટ ચંદ્રહાસ કૃષ્ણપ્પા અમીન, લોનાવલાનાં અનાથ બાળકોનાં નાથ અમિતકુમાર બેનર્જી, એકતા નિરાધાર સંઘનાં સાગર રેડ્ડી, શાહ એન્ડ શ્રમજીવી ગ્રુપનાં પ્રકાશભાઈ શાહ સહિતના ગૌસેવકો અને જીવદયા પ્રેમીઓને અહિંસા એવોર્ડ આપવામાં આવશે.
આ બે દિવસીય કાર્યક્રમનાં સૌજન્ય દાતા મુંબઈથી રશ્મિ શર્મા ટેલિફિલ્મ્સ, શાંતિલાલ રતનશી રૂડાણી, માતુશ્રી જીવાબેન જાંબુવાણી અને શ્રીમતી મંજુલાબેન મહેન્દ્ર સંગોઇ ચેરીટેબલ ટ્રસ્ટ, રામદેવ ગ્રુપ છે. કાર્યક્રમ 29 અને 30 જૂન, સવારે સાડા 9 કલાકેથી, એન્કરવાલા અહિંસાધામ, પ્રાગપુર રોડ જંકશન, મુન્દ્રા, કચ્છ ખાતે રાખવામાં આવ્યો છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન લેખક, સંચાલક અને કવિ આધોઈનાં અમૃત નીસર કરશે. સૌ ને આ કાર્યક્રમમાં હાજરી આપવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ અંગે વિશેષ માહિતી માટે ‘એન્કરવાલા અહિંસા ધામ’નાં મેનેજીંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ સંગોઇ(મો. 98211 51364) અને પ્રમુખ હરેશભાઈ વોરા (મો. 98211 60529) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.       

 
રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.