ભેસાણ ના રાણપુર ગામ ની ઉબેણ નદી મા નર્મદા પાણીની પાઇપ લાઈન ખૂલી હાલત માં પાણી પુરવઠા બોર્ડ ધોર બેદરકારી - At This Time

ભેસાણ ના રાણપુર ગામ ની ઉબેણ નદી મા નર્મદા પાણીની પાઇપ લાઈન ખૂલી હાલત માં પાણી પુરવઠા બોર્ડ ધોર બેદરકારી


ભેસાણ ના રાણપુર ગામ ની ઉબેણ નદી મા નર્મદા પાણીની પાઇપ લાઈન ખૂલી હાલત માં પાણી પુરવઠા બોર્ડ ધોર બેદરકારી ભેસાણ ના રાણપુર અને મેંદપરા ગામ સોનરખ નદી અને રાણપુર ગામ ની નદીમાં દાટેલ પીવા ના પાણી ની નર્મદા પાઇપલાઇન છેલ્લા એક વર્ષ ની આસપાસ થી ખુલી પડી છે જે રોડ ની નજીક છે પાણી પુરવઠા બોર્ડ ના અધિકારી ઓ નીકળતા હોય છે પરંતુ કોઈ ધિયાને લેતું નથી રાણપુર ગામ ના જાગૃત પૂર્વ સરપંચ રવજી ઊંધાડે રજૂઆત કરેલ પણ આ સરકાર મા કોઈ અધિકારી ધિયાને લેતું નથી તેવી અનેક રજૂઆતો કલેકટર મા કરેલ છે પરંતુ કોઈ ધ્યાન આપતું નથી અને પ્રજાના પરસેવા ના પૈસા નો ગેરઉપયોગ થાય છે હવે ગણતરી ના દિવસો મા ચોમાસા ની શરૂઆત થવાની છે ત્યારે આ તંત્ર ક્યારે જાગશે કે જ્યારે નદીમાં પુર આવશે ત્યારે રિપેર કરવા આવશે જો આ પાણી ની પાઇપ લઈ તુટસે તો આજુબાજુ ના દસ થી બાર ગામો ને પાણીના ફાંફાં પડશે તો આ જાગૃત માજી સરપંચે ચીમકી ઉચ્ચારી છે કે જો ચોમાસા પહેલા આ નર્મદા ની પાઇપ લાઈન રિપેર નહિ થાય તો તમામ જવાબ દારી નર્મદા પાણી પુરવઠા બોર્ડ ની રેસે અને આજુ બાજુ ના ગામ લોકો ને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને સાથે સાથે પાણી ની આખી લાઈન મા પાણી ના એર વાલ માંથી હજારો લીટર પાણી વેડફાઇ છે આ નર્મદા ની પીવા ના પાણી ની લાઈન ભેસાણ હેન્ડ પંપ થી પાટલા પાણી ના સંપ સુથી જાય છે અને તે કોન્ટ્રાક્ટ એજન્સી વહેલી તકે રિપેર થાય તેવી રજૂઆત કરાય છે
રિપોર્ટ કાસમ હોથી ભેસાણ મો.9913465786


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image