વાગરા: એસટી ડેપોમાં આવેલા ATM સેન્ટરમાં લાગી આગ, એસ.ટી કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવ્યો વાગરા નગરમાં આવેલા એસટી ડેપોમાં હીટાચી ATMમાં અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. આ અંગેની જાણ થતાં એસ.ટી વિભાગના કર્મીઓ દોડી આવી ફાયરના સાધનો વડે આગ પર કાબુ મેળવી લીધો હતો.જેના કારણે ભારે નુકશાન થતા અટક્યું હતું. વાગરા નગરમાં એસટી ડેપોમાં હીટાચી કંપનીનું ATM મશીન આવેલું છે. આજે મંગળવારના રોજ સવારના લગભગ 9 વાગ્યાની આસપાસ તેમાં રહેલી બેટરીઓમાંથી અચાનક ધુમાડા નીકળતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ત્યાર બાદ તેમાં આગ લાગતા જ એસટી ડેપોના કર્મીઓએ દોડી આવી ફાયર એક્સ્ટીંગ્યુશર ચલાવી આગ પર તાત્કાલિક કાબુ મેળવી લીધો હતો. ઘટનાની જાણ થતા વાગરા પોલીસ કર્મીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. જોકે સમય સુચકતા વાપરી એસટી કર્મીઓએ આગ પર કાબુ મેળવી લેતા મોટી નુકસાની થતી અટકી હતી. બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. - At This Time

વાગરા: એસટી ડેપોમાં આવેલા ATM સેન્ટરમાં લાગી આગ, એસ.ટી કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવ્યો વાગરા નગરમાં આવેલા એસટી ડેપોમાં હીટાચી ATMમાં અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. આ અંગેની જાણ થતાં એસ.ટી વિભાગના કર્મીઓ દોડી આવી ફાયરના સાધનો વડે આગ પર કાબુ મેળવી લીધો હતો.જેના કારણે ભારે નુકશાન થતા અટક્યું હતું. વાગરા નગરમાં એસટી ડેપોમાં હીટાચી કંપનીનું ATM મશીન આવેલું છે. આજે મંગળવારના રોજ સવારના લગભગ 9 વાગ્યાની આસપાસ તેમાં રહેલી બેટરીઓમાંથી અચાનક ધુમાડા નીકળતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ત્યાર બાદ તેમાં આગ લાગતા જ એસટી ડેપોના કર્મીઓએ દોડી આવી ફાયર એક્સ્ટીંગ્યુશર ચલાવી આગ પર તાત્કાલિક કાબુ મેળવી લીધો હતો. ઘટનાની જાણ થતા વાગરા પોલીસ કર્મીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. જોકે સમય સુચકતા વાપરી એસટી કર્મીઓએ આગ પર કાબુ મેળવી લેતા મોટી નુકસાની થતી અટકી હતી. બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.


વાગરા: એસટી ડેપોમાં આવેલા ATM સેન્ટરમાં લાગી આગ, એસ.ટી કર્મચારીઓએ આગ પર કાબૂ મેળવ્યો

વાગરા નગરમાં આવેલા એસટી ડેપોમાં હીટાચી ATMમાં અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. આ અંગેની જાણ થતાં એસ.ટી વિભાગના કર્મીઓ દોડી આવી ફાયરના સાધનો વડે આગ પર કાબુ મેળવી લીધો હતો.જેના કારણે ભારે નુકશાન થતા અટક્યું હતું.

વાગરા નગરમાં એસટી ડેપોમાં હીટાચી કંપનીનું ATM મશીન આવેલું છે. આજે મંગળવારના રોજ સવારના લગભગ 9 વાગ્યાની આસપાસ તેમાં રહેલી બેટરીઓમાંથી અચાનક ધુમાડા નીકળતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ત્યાર બાદ તેમાં આગ લાગતા જ એસટી ડેપોના કર્મીઓએ દોડી આવી ફાયર એક્સ્ટીંગ્યુશર ચલાવી આગ પર તાત્કાલિક કાબુ મેળવી લીધો હતો. ઘટનાની જાણ થતા વાગરા પોલીસ કર્મીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. જોકે સમય સુચકતા વાપરી એસટી કર્મીઓએ આગ પર કાબુ મેળવી લેતા મોટી નુકસાની થતી અટકી હતી. બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.


9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.