‘જેલ કેન્ડલ મેકિંગ’ વિષય પર રાજ્ય કક્ષાનો વર્કશોપ સફળતાપૂર્વક યોજાયો
શ્રી પી.એન. પંડ્યા આર્ટ્સ, એમ.પી. પંડ્યા સાયન્સ અને શ્રીમતી ડી.પી. પંડ્યા કોમર્સ કોલેજ, લુણાવાડાના સાયન્સ સર્કલ દ્વારા 'જેલ કેન્ડલ મેકિંગ' વિષય પર તા. 08/02/2025 ને શનિવારના રોજ એક દિવસીય રાજ્ય કક્ષાના વર્કશોપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું.રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા વિદ્યાર્થીઓએ વર્કશોપમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદની અધ્યાપિકાઓ ડૉ. દિશા ખેતાની અને ડૉ. દિવ્યા ગંગાલ દ્વારા વિદ્યાર્થીઓને જેલ કેન્ડલ બનાવવાની પદ્ધતિ, તેમાં ઉપયોગમાં આવતી વિવિધ સામગ્રી અને તેનાથી ગૃહ ઉદ્યોગ શરૂ કરીને આત્મનિર્ભર થવાના માર્ગો અંગે વિસ્તૃત થિયોરિટિકલ તથા પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું.વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓએ માર્ગદર્શક અધ્યાપકોની દેખરેખ હેઠળ વિભિન્ન પ્રકારની જેલ કેન્ડલ કોલેજનીજ પ્રયોગશાળાઓમાં જાતે બનાવી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડવા બદલ કોલેજના પ્રમુખ શ્રી અનિલભાઈ એમ. પંડ્યા, મંત્રી શ્રી હરિભાઈ ઝેડ. પટેલ, તેમજ આચાર્યશ્રી પ્રો. અલ્પેશ બી. પંડ્યાનો ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી અને સાયન્સ સર્કલના કો-ઓર્ડિનેટર ડો. સ્વાતિબેન એ. જૈન તેમજ સમગ્ર સાયન્સ સર્કલ ટીમે આભાર વ્યક્ત કર્યો.
આ વર્કશોપ વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થયો, અને સ્વરોજગાર માટે એક નવી દિશા પ્રસ્થાપિત કરતો મહત્વપૂર્ણ પ્રયાસ રહ્યો.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
