પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સન્માન સમિતિ દ્વારા શૌર્યધામ ને એક કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો - At This Time

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સન્માન સમિતિ દ્વારા શૌર્યધામ ને એક કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો


દાન અને દાતારી તો ક્ષત્રિયો ના લોહીમાં જ હોય

ગુજરાતના અગ્રણી ક્ષત્રિય રાજકીય આગેવાન શંકરસિંહજી વાઘેલા બાપુને તેમના ૨૧- ૭-૨૦૨૪ ના રોજ જન્મદિને શૌર્યધામ ફાગવેલ ખાતે બપોરે બે કલાકે જાહેર સમારંભનુ આયોજન.કરી સન્માન સમિતિ દ્વારા રૂપિયા એક કરોડના ચેકની અર્પણ વિધિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને આ ચેક તેઓના દ્વારા શૌર્યધામ ફાગવેલને અર્પણ કરવામાં આવ્યો છે. સન્માન સમારંભના અગ્રણીના જણાવ્યા અનુસાર પૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહજી વાઘેલા દ્વારા અનેક લાભાન્વિત યુવાનો તથા આગેવાનોને આ સન્માન નિધિમાં યથાશક્તિ ફાળો આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ તથા કેન્દ્રના અનેક પ્રકલ્પોમાં જાહેર જીવનમાં તન મન ધનથી સક્રિય રહેનાર અને સૌને મદદરૂપ થનાર શંકરસિંહજી બાપુના ફાગવેલ ખાતે યોજાયેલ આ સન્માન સમારોહમાં સૌવ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા . બદલ સૌનો આભાર માનવામાં આવ્યો હતો


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image