રાજકોટમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા 61 દંડાયા, 9.7 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત
રાજકોટ મનપા દ્વારા “સ્વચ્છતા હી સેવા” અભિયાનના ભાગરૂપે તા.15 ઓક્ટોબરથી 16 ડિસેમ્બર દરમિયાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટિક મુકત કરવા ઉપરાંત લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણે ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા તેમજ કચરો ફેંકતા કુલ 61 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરી કુલ 9.7 કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.