વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના સમયે ભારે પવન સાથે ૨૭ મીમી વરસાદ ખાબકતાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતાં હાલાકી... વિરપુર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી.... - At This Time

વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના સમયે ભારે પવન સાથે ૨૭ મીમી વરસાદ ખાબકતાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતાં હાલાકી… વિરપુર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી….


વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થતા ખેડૂતો ખુશખુશાલ....

રાજ્યમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે.ચોમાસાની સિજન શરૂ થતાની સાથેજ તંત્રની પોલ ઉધાડી પડી જતી હોય છે.ત્યારે મહિસાગર જીલ્લાના વિરપુરમાં ગતરોજ રાત્રીના સમયે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા તાલુકાના લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો હતો તેવામાં બીજી બાજૂ માત્ર સામાન્ય વરસાદના કારણે વિરપુરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા સામે આવી હતી ત્યારે મળતી વિગતો મુજબ વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મધ્ય રાત્રિએ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો ભારે વરસાદ ખાબકતાં તંત્રની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઇ હતી વિરપુરના સરાડીયા રોડ પર આવેલ આદર્શ સ્કૂલ પાસે વરસાદી પાણી મુખ્ય રસ્તા પર ફરી વળ્યા હતા તો બ્રહ્માણી સોસાયટી જતાં રસ્તા પર પાણી ભરાયું હતું, વિરપુરની મામલતદાર કચેરી જવાના માર્ગ પર તેમજ મુકેશ્વર ચોકડી થી દેસાઈ સી એમ હાઈસ્કૂલ માર્ગ પર તેમજ યોગેશ્વર પાર્ક સોસાયટીમાં વરસાદી પાણી ભરાતાં રાહદારીઓ વાહન ચાલકો વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો બીજી તરફ માર્ગ પર આવેલ દુકાનો આગળ પણ એક એક ફુટ વરસાદી પાણી ભરાયુ હતું ત્યારે વરસાદી પાણીનો નિકાલ ન થતાં થોડો સમય દુકાનો બંધ રાખવાની ફરજ પડી હતી તો બીજી તરફ સહેજ વરસાદમાં આ રસ્તાઓ ઉપર પાણી ભરાઇ જતાં સ્થાનિક તંત્રની પ્રી મોન્સુનની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે..

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.