રાજુલા 108 ની ટીમ દ્વારા વાડી મા જ અતી જોખમી સગર્ભા માતાની પ્રસૂતિ કરાવી માતા અને બાળક નો જીવ બચાવ્યો.* - At This Time

રાજુલા 108 ની ટીમ દ્વારા વાડી મા જ અતી જોખમી સગર્ભા માતાની પ્રસૂતિ કરાવી માતા અને બાળક નો જીવ બચાવ્યો.*


*રાજુલા 108 ની ટીમ દ્વારા વાડી મા જ અતી જોખમી સગર્ભા માતાની પ્રસૂતિ કરાવી માતા અને બાળક નો જીવ બચાવ્યો.*

*વાડી વિસ્તારના મજૂર સગર્ભા માતા હતા જેઓ હોસ્પિટલ પણ જવા માંગતા ન હતા 108 ના સ્ટાફ દ્વારા સમજાવી રાજુલા સરકારી હોસ્પટલ લઈ જવાયા.*

*દર્દી ના લોહી ના ટકા પણ ઓછા હતા જે ની દર્દી ને પણ ખ્યાલ ન હતો, ઝેરી કમળો હોય તેવું રિપોર્ટ બાદ સામે આવ્યું*

ગુજરાત સરકાર દ્વારા કાર્યરત અને ઇ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલિત 108 ની સેવાને અમરેલી જિલ્લા સાવરકુંડલા તાલુકાના ઘનશ્યામ નગર ગામ ના વાડી વિસ્તાર નો એક કેસ રાજુલા 108 એમ્બ્યુલન્સ ને મળ્યો હતો જે માં પરપ્રાંતીય મધ્યપ્રદેશ થી મજૂરી કામ અર્થે આવેલા હતા અને જે માતા ગર્ભાવસ્થાના પુરા 9 મહિના થઈ ગયા હતા અને જરુરી કાગળો પણ હાજર ન હતા, એવામાં પ્રસૂતિ ની પીડા ઉપાડતા જે થી કોલર દ્વારા 108 નંબર પર કોલ કરવામાં આવ્યો અને આ કેસ રાજુલા ની 108 એમ્બ્યુલન્સને સાંજના 18:11 કલાકે કેસ મળતા ની સાથે 108 ની ટીમ ઘટના સ્થળે જવા રવાના થઈ ગઈ હતી. એમ્બ્યુલન્સ વાડી સુધી જઈ શકે તેમ ન હતી જે થી 108 ના સ્ટાફ દ્વારા ચાલી ને દર્દી સુધી વાડી વિસ્તાર માં પહોંચ્યા હતા ત્યાં પહોંચી દર્દીની તપાસ કરતા જાણવા મળ્યું કે માતા ને પ્રસૂતિ ની પ્રસવ પીડા હોવાથી વાડી મા જ પ્રસૂતિ થઈ ગઈ હતી જેથી રાજુલા ના ઇએમટી લાલજી વેગડ દ્વારા સ્થળ પર જ બધી તપાસ કરી પ્રાથમિક સારવાર આપી પરંતુ દર્દી આવી ગંભીર હાલતમાં પણ દર્દી હોસ્પિટલ જવા માગતું ન હતું જેથી 108 ના સ્ટાફ દ્વારા તેમને સમજાવવામાં આવ્યા અને માતા અને બાળક ને 108 એમ્બ્યુલન્સમાં લઈ અને 108 ના કોલ સેન્ટર પર ઉપસ્થિત ઉપરી ફિઝિશિયન ડોક્ટર સાથે વાતચીત કરી અને તેમની સલાહ મુજબ માતા ને ઇન્જેક્શન,બાટલા અને ઓક્સિજન આપ્યું અને બાળકને જરુરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને પાયલોટ ગીરીશભાઈ સોંધરવા દ્વારા સમયસૂચકતા વાપરી દર્દીને રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા, જ્યાં જરૂરી રિપોર્ટ કરતા માતા ને ઝેરી કમળો છે એવું સામે આવ્યું અને લોહીના ટકા 5.3 ગ્રામ જ હોવાથી વધુ સરવાર અર્થે સરકારી હોસ્પિટલ સાવરકુંડલા ખાતે 108 માં જ રીફર કરવામાં આવ્યા હતાં આમ અમરેલી જિલ્લાના રાજુલા 108 ની ટીમ દ્વારા સમયસર માતા અને બાળક્ને સારવાર આપી ત્વરિત હોસ્પિટલ પહોંચાડી માતા અને બાળક નો જીવ બચાવવામાં આવ્યા હતો અને રાજુલા 108 ની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી તેમજ આ કામગીરી બદલ 108 ના અધિકારી દ્વારા તેમને બિરદાવામાં આવ્યા હતા.


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.