૧૬૧ એકમોની ચકાસણી કરવામાં આવી: ૮૫ એકમો સીલ કર્યા - At This Time

૧૬૧ એકમોની ચકાસણી કરવામાં આવી: ૮૫ એકમો સીલ કર્યા


તા.૦૫/૦૬/૨૦૨૪
રાજકોટ:- રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ હોસ્પિટલ, બિલ્ડીંગ, ટયુશનકલાસીસ, મોલ અને શોપિંગ કોમ્પલેક્ષ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, વોટર પાર્ક તથા અન્ય જાહેર સ્થળ તથા જ્યાં પબ્લિક એકત્ર થતી હોય તે વિસ્તારની ફાયર સેફટીની ચકાસણી કરવા માટે મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા દરેક વોર્ડ દીઠ એક એક વોર્ડ કમિટીની રચના કરવામાં આવેલ છે. આ વોર્ડ કમિટી દ્વારા ઝૂંબેશના રૂપમાં ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૦૫-૦૬-૨૦૨૪ના રોજ સાંજ સુધીમાં વિવિધ વોર્ડની ટીમોએ ફાયર એન.ઓ.સી. અને બી.યુ. સર્ટિફિકેટ બાબતે કુલ ૧૬૧ એકમોની ચકાસણી કરી હતી અને તેમાં કુલ ૮૫ સંકુલો સીલ કરવામાં આવ્યા છે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.